Video: 'કોલકાતા હાઇકોર્ટ જાઓ', બળવાખોર TMC ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો SCનો ઇનકાર

સોર્સ: gstv

સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે અરજદારને આ મામલે કોલકાતા હાઇકોર્ટમાં જવાની સૂચના આપી છે. ટીએમસી નેતા શોભનદેવ ચટ્ટોપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકરને બળવાખોર ધારાસભ્યોની અયોગ્યતા અંગે વહેલી તકે નિર્ણય લેવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચીની પીઠે અરજીનો નિકાલ કરતા કહ્યું કે, અરજદારે પહેલાં કોલકાતા હાઇકોર્ટનો સંપર્ક કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કોલકાતા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને વિનંતી કરી છે કે તેઓ આ કેસને તાત્કાલિક સુનાવણી માટે ડિવિઝન બેન્ચ સમક્ષ મૂકે અને આ મામલે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે.

આ સમાચાર શેર કરો

જાહેરાત