VIDEO : દાદાની નજર સામે સિંહણે માસૂમને આંચકી લીધો! અમરેલીમાં ફરી સિંહનો જીવલેણ હુમલો
સોર્સ : Gstv
અમરેલી જિલ્લામાં સિંહનો આતંક વધુ વકર્યો છે. છેલ્લા 20 દિવસમાં સિંહ હુમલાની ચોથી ઘટનામાં ખાંભા તાલુકાના ચતુરી ગામે 5 વર્ષના માસૂમ જીયાન દેવકુંભાઈનું મોત થયું છે. રાત્રે દાદા સાથે ઘરથી માત્ર 20 ફૂટ દૂર ડેરી પર દૂધ આપવા જતા જીયાનને સિંહણે આંચકી લીધો હતો. દાદા કંઈ સમજે તે પહેલાં જ સિંહણ બાળકને લઈને જંગલ તરફ ભાગી ગઈ હતી. બે કલાકની મહેનત બાદ જંગલમાંથી બાળકનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો છે. વન વિભાગની નિષ્ક્રિયતા વિરુદ્ધ ગ્રામજનોએ આકરા સવાલ ઉઠાવ્યા છે. વન વિભાગે સિંહણને પકડીને પાંજરામાં મૂકી છે અને અન્ય સિંહોને પકડવાની કવાયત ચાલુ છે.

