Video: SC-ST અનામત બેઠકોના રોટેશન પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં SC-ST અનામત બેઠકોના રોટેશન મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની ત્રણ જજોની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે કોઈ મતદાર કે ઉમેદવાર ચોક્કસ બેઠકને SC-ST માટે અનામત રાખવાનો કાનૂની કે બંધારણીય અધિકાર ધરાવતો નથી. બેઠકોના રોટેશનની પદ્ધતિ અને સમયગાળો નક્કી કરવાની સત્તા સરકાર પાસે છે. કોર્ટે જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીના અનામત રોટેશન નિયમ, 2025ના નિયમ 12ને પડકારતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે 2025ના સુધારા બાદ યોજાનારી આગામી ચૂંટણીને રોટેશન ચક્રની પ્રથમ ચૂંટણી ગણવામાં કોઈ વાંધો નથી. જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ પણ સ્પષ્ટ કર્યું કે અનામત બેઠકોનું રોટેશન નક્કી કરવું સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે.
જાહેરાત







