Video: કઠુઆની પહાડીઓમાં તાજી બરફવર્ષા

સોર્સ: gstv

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના પહાડી વિસ્તાર બાનીમાં સિઝનની પ્રથમ તાજી બરફવર્ષા થવાથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ઊંચા પર્વતો અને વૃક્ષો પર બરફની સફેદ ચાદર છવાઈ જવાથી આખો પ્રદેશ અદ્ભુત નજારો રજૂ કરી રહ્યો છે. આ મોહક દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં પહોંચેલા પ્રવાસીઓએ બરફવર્ષાનો ભરપૂર આનંદ માણ્યો હતો. ઠંડીના આ ખુશનુમા વાતાવરણ વચ્ચે પ્રવાસીઓનો ઉત્સાહ અને આનંદ સાતમા આસમાને પહોંચી ગયો હતો, જેનાથી પ્રવાસન વેપારને પણ વેગ મળ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત