Video: પટનામાં છઠ્ઠ મહાપર્વની પૂર્ણાહુતિ

સોર્સ: gstv

બિહારમાં છઠ્ઠ મહાપર્વની પૂર્ણાહુતિના દિવસે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પટનામાં આવેલી પોતાની પાર્ટી ઓફિસ ખાતે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું હતું. છઠ્ઠ પર્વના અંતિમ દિવસે વહેલી સવારે ચિરાગ પાસવાને પરંપરાગત રીતે સૂર્યદેવની પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે તેમણે છઠ્ઠી મૈયા અને સૂર્યદેવના આશીર્વાદ મેળવ્યા હતા. પાર્ટી કાર્યાલય ખાતે છઠ્ઠ પર્વની ધાર્મિક પરંપરા મુજબ પૂજા વિધિ યોજાઈ હતી. મોટી સંખ્યામાં કાર્યકરો અને શ્રદ્ધાળુઓ પણ આ ધાર્મિક આયોજનમાં જોડાયા હતા. ચાર દિવસ સુધી ચાલેલા છઠ્ઠ મહાપર્વનું ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ સાથે વિધિવત સમાપન થયું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત