Video: સાતપુડા ટાઈગર રિઝર્વના ડેપ્યુટી ડાયરેક્ટર સંજીવ કુમાર શર્માની 7.6 કરોડની અપ્રમાણસર સંપત્તિનો ખુલાસો

મધ્યપ્રદેશમાં લોકાયુક્તે વન વિભાગના અધિકારી સામે આવક કરતાં વધુ સંપત્તિના મામલે મોટી કાર્યવાહી કરી છે. સાતપુડા ટાઈગર રિઝર્વના ડેપ્યુટી ડાયરેક્ટર સંજીવ કુમાર શર્માના ભોપાલ, પંચમઢી અને છિંદવાડા સ્થિત રહેઠાણો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અધિકારી પાસે આવક કરતાં આશરે 560 ટકા વધુ એટલે કે લગભગ 7.6 કરોડ રૂપિયાની અપ્રમાણસર સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. દરોડા દરમિયાન 26 લાખથી વધુની રોકડ, આશરે 3.5 કરોડ રૂપિયાનું સોનું અને ચાંદી મળી આવી છે. આ ઉપરાંત બે આલીશાન રિસોર્ટ, ચાર વાહનો, 50 લાખની ઘરવપરાશની વસ્તુઓ અને જમીનના વ્યવહારો સંબંધિત 28 દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
જાહેરાત








