Video: રાહુલ ગાંધીનો ફોન ટેપિંગનો આક્ષેપ અને PM મોદીને ખુલ્લી ચર્ચાની ફરી ચેલેન્જ

સોર્સ: gstv

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આક્ષેપો લગાવતા દાવો કર્યો છે કે તેમનો ફોન ટેપ કરાવવામાં આવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર 'આસ્ક મી' સેશન દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને સીધી 'વન-ઓન-વન' જાહેર ચર્ચાની ચેલેન્જ આપતા કહ્યું કે લોકસભામાં તેમનું માઇક બંધ કરી દેવામાં આવે છે અને બોલવા દેવામાં આવતા નથી. તેમણે દાવો કર્યો કે તેમના તમામ આરોપોના પુરાવા તેમના ફોનમાં છે અને જો વડાપ્રધાન તેમની સાથે સીધી ચર્ચા કરશે તો તેઓ પદ પર નહીં રહે. રાહુલ ગાંધીએ આ ચર્ચામાં જજ તરીકે ગૌતમ અદાણી કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને રાખવા પર પણ કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત