Video: AFTERNOON NEWS/ મોસ્ટ વોન્ટેડ'એલ ચાપો ઈસિડ્રો'ની ધરપકડ, કેનેડા સાથે લશ્કરી સંબંધો ઘટાડવા ગુપ્ત આદેશ

1) મોસ્ટ વોન્ટેડ'એલ ચાપો ઈસિડ્રો'ની ધરપકડ બાદ મેક્સિકો યુદ્ધમેદાન
મેક્સિકોના સિનાલોઆમાં ડ્રગ લોર્ડ 'એલ ચાપો ઈસિડ્રો'ની ધરપકડ બાદ ભયાનક હિંસા ભડકી છે. FBI ના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ આ ગુનેગારને મેક્સિકન સેના અને સુરક્ષા દળોએ અમેરિકી બાતમી પરથી ઝડપ્યો
2) ટ્રમ્પ સાથેના ટકરાવની અસર: કેનેડા સાથે લશ્કરી સંબંધો ઘટાડવા ગુપ્ત આદેશ
ટ્રમ્પ સાથે વધી રહેલા તણાવ વચ્ચે, અમેરિકાએ કેનેડા સાથેના લશ્કરી સહકારને મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે. સંરક્ષણ સચિવ પીટ હેગસેથે આ અંગે એક ગુપ્ત આદેશ જારી કર્યો છે.
3) નવીન પટનાયક અને વી.કે. પાંડિયન વિરુદ્ધ તપાસના આદેશ; ઓડિશા સરકારનો મોટો નિર્ણય
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ શનિવારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાઈક અને નિવૃત્ત IAS અધિકારી વી.કે. પાંડિયન દ્વારા કરવામાં આવેલી વિદેશ યાત્રાઓની તપાસ કરવાનો આદેશ આપ્યો.
4) ઉદયપુર હાઈવે પર અકસ્માતમાં એક જ પરિવારના 9 લોકોના મોત
કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર સર્જાયો હતો, જેમાં ખાટુ શ્યામજીના દર્શન કરીને પરત ફરી રહેલા મહારાષ્ટ્રના એક જ પરિવારના 9 સભ્યોનાં કરુણ મોત નીપજ્યાં છે.
5)કચ્છ ફરવા આવેલા આર્મી પરિવારના 7 સભ્યોના મોત
કચ્છના ભુજ-ખાવડા નેશનલ હાઈ-વે પર શનિવારે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વેકરિયા રણ વિસ્તારમાં ટ્રેલર અને કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ઉત્તરાખંડના એક આર્મી પરિવારના 7 સભ્યોના કરુણ મોત
6) કેશોદ હાઈવે પર કારમાં આગ લાગતા 3 જીવતા ભડથું
જૂનાગઢના કેશોદ-બાલાગામ રોડ પર કાર પથ્થર સાથે અથડાતા ભીષણ આગ લાગી. આ કરુણ અકસ્માતમાં 2 પુરુષ અને 1 મહિલા એમ કુલ 3 લોકો જીવતા ભૂંજાઈ ગયા. એક યુવતી ચમત્કારિક રીતે બહાર ફંગોળાતા બચી ગઈ









