મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

VIDEO: EVENING BULLETIN / મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો, કોંગ્રેસના આક્ષેપો પર ભાજપનો પલટવાર,જૂનાગઢ મનપાના કામો સામે વિપક્ષના સવાલો

મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર રાતોરાત અંદાજે 650 ડ્રોન વડે ભીષણ હુમલો કર્યો છે. જોકે રશિયન એર ડિફેન્સે મોસ્કો નજીક પહોંચેલા 105 ડ્રોન સહિત મોટાભાગના હુમલાને હવામાં જ તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે. કોઈ જાનહાનિના અહેવાલ નથી. સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષનો મોરચો કથિત વોટ ચોરીના આરોપ સાથે INDIA ગઠબંધનના સાંસદો રસ્તા પર ઉતર્યા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં વિપક્ષે સંસદ ભવનથી નિર્વાચન સદન સુધી વિરોધ કૂચ કાઢી, મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની ઉગ્ર માંગ કરી છે. કોંગ્રેસના આક્ષેપો પર ભાજપનો પલટવાર વિપક્ષના વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપ સાંસદ સ

મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો

યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર રાતોરાત અંદાજે 650 ડ્રોન વડે ભીષણ હુમલો કર્યો છે. જોકે રશિયન એર ડિફેન્સે મોસ્કો નજીક પહોંચેલા 105 ડ્રોન સહિત મોટાભાગના હુમલાને હવામાં જ તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે. કોઈ જાનહાનિના અહેવાલ નથી.

સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષનો મોરચો

કથિત વોટ ચોરીના આરોપ સાથે INDIA ગઠબંધનના સાંસદો રસ્તા પર ઉતર્યા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં વિપક્ષે સંસદ ભવનથી નિર્વાચન સદન સુધી વિરોધ કૂચ કાઢી, મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની ઉગ્ર માંગ કરી છે.

કોંગ્રેસના આક્ષેપો પર ભાજપનો પલટવાર

વિપક્ષના વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપ સાંસદ સંબિત પાત્રાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. પાત્રાએ કટાક્ષ કરતાં કહ્યું કે ભાજપ ચૂંટણી પંચના સહારે નથી જીતતી; ભાજપની મદદ કોઈ જ્ઞાનેશજી નહીં, પણ ભગવાન ગણેશજી કરી રહ્યા છે.

વિરમગામના સચાણામાં દરવાજા મુદ્દે મારામારી

વિરમગામના સચાણા ગામમાં નવા મકાનનો દરવાજો રસ્તા તરફ રાખવા મામલે બે જૂથ વચ્ચે ધીંગાણું થયું છે. લાકડીઓ સાથે આવેલા 9 લોકોના ટોળાએ હુમલો કરી પિતા-પુત્ર સહિતના લોકોને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી, જે અંગે રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

જૂનાગઢ મનપાના કામો સામે વિપક્ષના સવાલો

જૂનાગઢમાં ચાલી રહેલા 900 કરોડના ગટર અને પાણી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટનો આક્ષેપ થયો છે. વિપક્ષી નેતા લલિત પરસાણાનો દાવો છે કે એક કામ માટે બીજું તોડવામાં આવે છે અને નવા બનેલા રોડ વારંવાર ખોદીને જનતાના નાણાં વેડફાઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો