Video: AFTERNOON NEWS/ અમેરિકાનો ઈરાન પર હુમલો, મુરસુ વાવાઝોડાએ મચાવી તબાહી, ફ્લોમિંગો પક્ષીઓ પહોંચ્યા

1) મધ્યસત્ર ચૂંટણી પહેલાં અમેરિકાનો ઈરાન પર હુમલો; કેશમ ટાપુ પર ડ્રોન હુમલો
મધ્યસત્ર ચૂંટણીઓ પહેલાં યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના કેશમ ટાપુ પર બોમ્બમારો કરવાનો આદેશ આપ્યો,. આ માટે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો ઈરાની સુરક્ષા દળોએ પણ આ હુમલાનો વળતો જવાબ આપ્યો છે.
2) ઈરાન મુદ્દે ચીન મેદાનમાં! શી જિનપિંગનો ટ્રમ્પને કડક સંદેશ
ઈરાન પર હુમલા વચ્ચે ચીને પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવાના પ્રયાસો શરૂ કર્યા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઓમાનના સુલતાન સાથે બેઠક કરી. આ ક્ષેત્ર મોટી મહાસત્તાઓની હરીફાઈનું મેદાન ન બનવું જોઈએ
3) મુરસુ વાવાઝોડાએ મચાવી તબાહી
મુરસુ વાવાઝોડું ગત મોડી રાત્રે એક વાગ્યે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અથડાયું છે. આ વાવાઝોડું નેલ્લોર અને નરસાપુર વચ્ચેના તટ સાથે અથડાયું છે. ટીય વિસ્તારોમાં સોથી એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
4) સાંભર સરોવરમાં ફ્લોમિંગો પક્ષીઓ પહોંચ્યા
રાજસ્થાનના સાંભર સરોવર ખાતે ફ્લેમિંગો પક્ષીઓના આગમનથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. સાંભર સરોવર હવે ફ્લેમિંગો પક્ષીઓ માટે માળા બનાવવાનું અને પ્રજનન કરવાનું મહત્વપૂર્ણ સ્થળ બની રહ્યું છે
5) લીલિયાના ગુંદરણ ગામે કારમાં આગ લાગતાં બે લોકો જીવતા ભૂંજાયા
ગામની સીમમાં ઉભેલી તુફાન કારમાં અચાનક આગ લાગતા અંદર સૂતેલા 2 પરપ્રાંતિય મજૂરો જીવતા ભૂંજાઈ ગયા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેમને બહાર નીકળવાનો સમય ન મળ્યો. લીલિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
6) અમદાવાદના નિકોલમાં SUV કારચાલકે ફૂટપાથ પર સૂતેલા માતા-પુત્રને કચડ્યા
અમદાવાદના નિકોલમાં SUV કાર ચાલકે બેફામ ગતિએ ફૂટપાથ પર સૂતેલા 3 લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 1 મહિલા અને 1 સગીરનું મોત થયું છે, જ્યારે અન્ય 1 વ્યક્તિ ગંભીર હાલતમાં છે.








