મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: NEWS AFTERNOON / કોલંબિયામાં ગેરકાયદે સોનાની ખાણમાં ભયાનક ભૂસ્ખલન, અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો

સોર્સ: gstv

કોલંબિયામાં ગેરકાયદે સોનાની ખાણમાં ભયાનક ભૂસ્ખલન

કોલંબિયાના નારિનો વિસ્તારમાં એક ગેરકાયદે સોનાની ખાણમાં ભૂસ્ખલન થતાં 14 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે 7 લોકો ઘાયલ થયા.  ગેરકાયદે ખાણકામ અને આજીવિકાનો અભાવ આવા અકસ્માતોનું મુખ્ય કારણ છે.

અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો

અમેરિકા-ઈરાન વચ્ચેનો સંઘર્ષ ખતરનાક વળાંક પર છે. ઈરાને અરબ સાગરમાં અમેરિકન યુદ્ધપોતને નિશાન બનાવ્યું. વળતા પ્રહારમાં અમેરિકાએ ઈરાનના કોનાર્ક નેવી બેઝ પર હવાઈ હુમલો કર્યો, જેમાં 2 સૈનિકો ઘાયલ થયા. 

બોલાતું તો છે નહીં, શું ગાશો

ઉત્તરાખંડના ટીહરી જિલ્લામાં 'કુંજાપુરી મેળા'માં પંજાબી ગાયક દલેર મહેંદી પર કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલ જાહેરમાં ભડક્યા હતા. દલેર મહેંદી દારૂના નશામાં હોવાનો આરોપ લગાવી મંત્રીએ સ્ટેજ પર જ તેમને ખખડાવ્યા હતા

ટાઈગર શ્રોફ પર હુમલાના માસ્ટરમાઈન્ડનો સાથી પકડાયો

હરિયાણા પોલીસે વધુ એક આરોપી સમીરની ધરપકડ કરી છે. તેણે લોરેન્સ ગેંગના અનિલ પંડિત સાથે મુખ્ય આરોપીઓની વાત કરાવી હતી. મુખ્ય આરોપીને 35 હજાર રૂપિયા અને વિદેશમાં સ્થાયી થવાનું પ્રલોભન અપાયું હતું. 

ગાંધીનગરના રૂપાલમાં નીકળી મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી

 ગાંધીનગરના  વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ખાતે વરદાયિની માતાજીના મંદિરે દર વર્ષની જેમ ગત મોડી રાત્રે પરંપરાગત પલ્લી મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરાયુ હતું  પલ્લીનો આ પવિત્ર રથ ગામના ૨૭ નિશ્ચિત ચોકમાં ફર્યો, જ્યાં હજારો ભક્તોએ આસ્થાભેર કરોડો રૂપિયાના શુદ્ધ ઘીનો અભિષેક કર્યો!"

દશેરાએ બહુચરાજી માતાને 300 કરોડના નવલખા હારનો શણગાર

બહુચરાજી શક્તિપીઠે દશેરા પર્વે માતાજીને 300 કરોડથી વધુનો 'નવલખો હાર' પહેરાવાયો હતો. આ પ્રસંગે પોલીસ ગાર્ડ ઓફ ઓનર અને શાસ્ત્રોક્ત પાલખી યાત્રા નીકળી હતી

આ સમાચાર શેર કરો