મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: AFTER NOON NEWS/ કેનેડામાં સૈન્ય બેઝ પર ભીષણ આગ, અનેક સૈનિકોના મોત, કોલકાતા દુર્ગા પંડાલમાં નાસભાગમાં 19 લોકોના મોત

1) કેનેડામાં સૈન્ય બેઝ પર ભીષણ આગ, અનેક સૈનિકોના મોત

"અલ્બર્ટાના સૈન્ય અડ્ડા પર લાગેલી વિકરાળ આગને કારણે કેટલાક સૈનિકોના મોત થયા છે, જ્યારે અનેક ગંભીર રીતે દાઝી ગયા છે.

2) ફ્રાન્સના વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા : પેરિસ, માર્સેલી, ટુલૌસમાં ભારે ધમાલ

ફ્રાન્સમાં શિક્ષણ સુધારા અને મોંઘવારી વિરુદ્ધના દેખાવો ઉગ્ર બન્યા પેરિસમાં માસ્કધારી દેખાવકારોએ વાહનો અને જાહેર મિલકતોને આગ ચાંપી.. માર્સેલી, લિયોન સહિત 140 સ્થળોએ 30,000થી વધુ લોકો જોડાયા.  166 લોકોની ધરપકડ થઈ છે. 

3) કોલકાતા દુર્ગા પંડાલમાં નાસભાગમાં 19 લોકોના મોત

"કોલકાતામાં દુર્ગા પૂજાના  સપ્તમીની સાંજે પંડાલનો ભાગ તૂટતા નાસભાગ મચી, જેમાં ૧૯ લોકોનાં કરુણ મોત થયા છે અને ૨૫થી વધુ લોકો ઘાયલ છે."મૃતકોના પરિવારને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર

4) ગ્વાલિયરમાં ટ્રકે મંદિરે જતા શ્રદ્ધાળુઓને કચડ્યાં, 13ના મોત

ગ્વાલિયરમાં"મંદિર દર્શને જઈ રહેલા શ્રદ્ધાળુઓને ચોખા ભરેલા અનિયંત્રિત ટ્રકે કચડી નાખ્યા. આ ગોઝારી ઘટનામાં ૧૩ લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે ૩૯ લોકો ઘાયલ છે."

5 રાજકોટમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં ભયાનક આગ

"મધરાત્રે અચાનક મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ ફાટી નીકળી. ફાયર બ્રિગેડની 4 ટીમોએ તાત્કાલિક દોડી આવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો."સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી 

6)  નવરાત્રિમાં ઓનલાઈન ટેક્સી-રિક્ષા ચાલકોન ઉઘાડી લૂંટ

અમદાવાદમાં નવરાત્રિમાં ઓનલાઈન ટેક્સી-રિક્ષાના ભાડામાં અસાધારણ વધારો. 100-150 રૂપિયાના અંતર માટે 200-250 રૂપિયા ચૂકવવા પડે છે. રાત્રિના પીક અવર્સમાં અને વહેલી સવારે ભાડું અઢીથી ત્રણ ગણું થતાં  તમામ વર્ગ મુશ્કેલીમાં 

આ સમાચાર શેર કરો