મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: AFTER NOON NEWS / ડોનાલ્ડ ટ્ર્મ્પે નેતન્યાહૂના કર્યા વખાણ, હવાઈનો જ્વાળામુખી બે વર્ષમાં 55મી વખત ફાટયો


1) ડોનાલ્ડ ટ્ર્મ્પે નેતન્યાહૂના કર્યા વખાણ

ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલના  PM બેન્જામિન નેતન્યાહૂના ખૂબ વખાણ કર્યા. ઈઝરાયેલમાં યોજાનારી ચૂંટણી પહેલાં નેતન્યાહૂ માટે પ્રચાર કરતી વખતે, તેમણે તેમને એક "બહાદુર" વડાપ્રધાન ગણાવ્યા. .  નેતન્યાહૂ અત્યંત બહાદુર અને તેજ બુદ્ધિ ધરાવતા નેતા છે.

2) હવાઈનો જ્વાળામુખી બે વર્ષમાં 55મી વખત ફાટયો

હવાઈમાં આવેલો કિલાઉએ જ્વાળામુખી 17ના રોજ 55મી વખત ફાટ્યો હતો. હવાઈ વોલ્કેનોઝ નેશનલ પાર્કના ઉત્તર વેન્ટમાંથી 700 ફૂટ ઊંચા લાવાના ફુવારા નીકળ્યા હતા. આકાશમાં રાખના વાદળો 25,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા હતા

3) ટાઈગર શ્રોફ ગનપાઉડરથી દાઝી ગયો

મુંબઈના જુહુમાં અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર 5 રાઉન્ડ ફાયરિંગ કરી શખ્સો ફરાર, આ ઘટનામાં ટાઈગરના ડ્રાઈવર ફિરદૌસ ઘાયલ થયા છે. ટાઈગરના હાથ પર ગનપાઉડરથી દાઝી જવાના નિશાન છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ટાઈગરની મુલાકાત લીધી

4) કન્નોજમાં પાંખી હાજરીથી અખિલેશ યાદવ  ચિંતિત

કન્નોજમાં યોજાયેલા PDAસંમેલનમાં લોકોની પાંખી હાજરી જોવા મળ્યા બાદ,  સમાજવાદી પાર્ટીએ પોતાની જિલ્લા કારોબારી સમિતિ ભંગ કરી દીધી છે. કન્નોજને સમાજવાદી પાર્ટીનો ગઢ માનવામાં આવે છે અને અખિલેશ યાદવ આ મતવિસ્તારમાંથી સંસદસભ્ય છે.

5) ગુજરાતમાં વીજ સંકટ બન્યું ઘેરું

ગુજરાતમાં વીજ સંકટ ઘેરું બન્યું છે. સરકારે 'પાવર સરપ્લસ' રાજ્યની વાતો કરી હતી, છતાં મોંઘી વીજળી ખરીદવાનો વારો આવ્યો છે. છેલ્લા 2 વર્ષમાં અદાણી પાવર પાસેથી 28,715 મિલિયન યુનિટ વીજળી 15,395 કરોડ રૂપિયામાં ખરીદાઈ છે. 

6) પાર્ટી પ્લોટ ગરબાના 40 વર્ષ : રૂ. 12ની ટિકિટના 1200,

અમદાવાદમાં પાર્ટી પ્લોટના ગરબા 2026માં 40 વર્ષ પૂર્ણ કરશે. 1986માં પાલડીથી શરૂ થયેલી આ પરંપરાએ 12 રૂપિયાની ટિકિટથી 1200 રૂપિયા સુધીનો સફર ખેડ્યો છે. 50,000ના ખર્ચથી 50 લાખ સુધી પહોંચેલા આ ગરબા હવે સંપૂર્ણપણે વ્યાવસાયિક બની ગયા છે.

આ સમાચાર શેર કરો