મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદની પ્રથમ તસવીર સામે આવી...હાથ અને છાતી પર જોવા મળી પટ્ટી

અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગની ઘટનાથી મુંબઈમાં સનસનાટી ફેલાઈ ગઈ છે, જેના કારણે ફેન્સમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આ વચ્ચે તેમની એક તસવીર સામે આવી છે જેમાં હાથ અને છાતી પર પટ્ટી બાંધેલી નજરે પડે છે. આ ફોટો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના મુલાકાત વખતેનો છે, જ્યાં તેમણે આરોપીઓ સામે સખત કાર્યવાહીની ખાતરી આપી હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ફોન પર ટાઈગર શ્રોફ સાથે વાત કરીને ખબર અંતર પૂછ્યા હતા અને કોઈ પણ ગુનેગારને નહીં બક્ષવાની ખાતરી આપી છે. આ ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે,  ટાઈગર શ્રોફ સાથે મુલાકાત કર્યા બાદ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે અભિનેતાના જમણા હાથ પર ગનપાઉડરને કારણે દાઝવાના નિશાન છે. તેમણે કહ્યું કે અભિનેતા અને તેમનો પરિવાર આ ઘટનાને લઈને ચિંતિત છે. 

આ સમાચાર શેર કરો