ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાના ૩ શંકાસ્પદ આરોપીઓની રાજસ્થાનના કોટાથી ધરપકડ

ટાઈગર શ્રોફ પર થયેલા હુમલામાં સામેલ આરોપીઓની કોટામાં ધરપકડ કરવામાં આવી છે. તેમને રેલવે કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. જોકે, કોટા શહેર પોલીસે સત્તાવાર રીતે આ ધરપકડની પુષ્ટિ કરી નથી. ૧૬ કલાકના ગાળામાં પોલીસે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લીધા છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.






