મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: NEWS AFTERNOON / સાઉદીમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકો હેમખેમ વતન પરત ફર્યા, ક્રૂડના વધતા ભાવ વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય

ક્રૂડના વધતા ભાવ વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૧૧૦ ડૉલર નજીક પહોંચતા, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કટોકટીના ભંડારમાંથી ૧.૭ કરોડ બેરલ ક્રૂડ કંપનીઓને આપવાની યોજના બનાવી છે. ભાવવધારા પર નિયંત્રણ લાવવા અને સપ્લાય જાળવી રાખવા માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

 ભારત-ચીનને ટ્રમ્પની મોટી રાહત: 100% ટેરિફ ટળી

ડોનાલ્ડ ટ્રમ્પે મોટો એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કરી ભારત અને ચીન પર રશિયા સંબંધિત કડક ટેરિફ લાગુ થવાના માત્ર એક દિવસ પહેલાં જ મુક્તિ આપી દીધી છે. આ રાહતથી હવે ભારત અને ચીન કોઈપણ પ્રકારના ટેરિફના જોખમ વિના રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી શકશે.

પી. ચિદમ્બરમનો ભાજપ પર પ્રહાર

મુખ્ય ચૂંટણી કમિશનર સામેના વિરોધ વચ્ચે 'સત્તા પરિવર્તન' શબ્દ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે ભાજપ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે લોકશાહીમાં વિરોધ કરવો, ખામીઓ ઉજાગર કરવી અને ચૂંટણી દ્વારા સત્તા બદલવી એ વિપક્ષનો અધિકાર અને સામાન્ય પ્રક્રિયા છે.

ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી

રાજસ્થાનના કોટા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ખાટુશ્યામ જઈ રહેલી એક મુસાફર બસ ચાલકે કાબૂ ગુમાવતા ઊંડા ખાડામાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં ૮ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

સાઉદીમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકો હેમખેમ વતન પરત

રિયાધ એરપોર્ટ પર મિસાઈલ હુમલા બાદ સાઉદી અરેબિયામાં ચાર દિવસથી ફસાયેલા સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫ યાત્રિકો મોડી રાત્રે સહીસલામત ગુજરાત પરત ફર્યા છે. ઓમાન અને મુંબઈ થઈને વતન પહોંચેલા યાત્રિકોએ સરકારનો આભાર માન્યો હતો, જ્યારે પરિવારોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે.

બોટાદના વિદેશયાત્રાના શોખીન શિક્ષકનો પાસપોર્ટ જપ્ત

બોટાદના શિક્ષક નટવરભાઈ કણઝરીયા પર મંજૂરી વગર રજાઓ પાડી સ્વિટ્ઝર્લૅન્ડ અને યુકે સહિતના દેશોમાં ફરવા અને ગેરકાયદે પગાર મેળવવાના ગંભીર આક્ષેપો થયા છે. શિક્ષણ વિભાગમાં આ મામલે તપાસ તેજ બની છે અને પ્રાથમિક કાર્યવાહીના ભાગરૂપે શિક્ષકનો પાસપોર્ટ જપ્ત કરી લેવાયો છે.

આ સમાચાર શેર કરો