AFTER NOON NEWS/ યહૂદીઓ પર ગોળી ચલાવવી છે, આજે કનોટ પ્લેસમાં CJPની તિરંગા યાત્રા

1) યહૂદીઓ પર ગોળી ચલાવવી છે', હમાસના પૂર્વ ચીફ સિનવારના 10 વર્ષના પુત્રની ચિઠ્ઠી
હમાસના પૂર્વ વડા યાહ્યા સિનવારના 10 વર્ષના પુત્ર ઇબ્રાહિમની એક ચિઠ્ઠી સામે આવી છે. ચિઠ્ઠીમાં ઇબ્રાહિમે કલાશ્નિકોવ રાઇફલ પકડીને યહૂદીઓ પર ગોળી ચલાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ ચિઠ્ઠી ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી સૈનિકોને મળી હતી
2) શું અમેરિકા ઈરાન પર પહેલીવાર 'મધર ઓફ ઓલ બોમ્બ્સ'ફેંકશે?
ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે નવી સૈન્ય કાર્યવાહી કરવાની શક્યતા પર વિચાર કરી રહ્યા છે. પેન્ટાગોન ઈરાનના પરમાણુ મથકો પર "મધર ઓફ ઓલ બોમ્બ્સ"નો ઉપયોગ કરવાની શક્યતા ચકાસી રહ્યું છે
3) પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે? મોડી રાતે સરકારે વિન્ડફોલ ટેક્સમાં કર્યો મોટો ફેરફાર!
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના નિકાસ પરના વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર કર્યો છે.પેટ્રોલ નિકાસ પર 2.50 રૂપિયા પ્રતિ લીટર ટેક્સ વધારાયો, જ્યારે ડીઝલ પર 7.50 રૂપિયા ઘટાડી 8.50 રૂપિયા કરાયો. આ ફેરફાર નિકાસ માટે છે, દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર સીધી અસર નહીં થાય.
4) આજે કનોટ પ્લેસમાં CJPની તિરંગા યાત્રા
દિલ્હીના કનોટ પ્લેસમાં 'કોકરોચ જનતા પાર્ટી'ની 'તિરંગા યાત્રા'ની જાહેરાતને પગલે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર છે! સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
5) ઉપલેટાના વરજાંગ જાળીયા ગામમાં પ્રાચીન ગરબીની પરંપરા આજે પણ જીવંત
ઉપલેટાના વરજાંગ જાળીયા ગામમાં વર્ષો જૂની ગરબીની પરંપરા આજે પણ જીવંત છે! અહીં પરંપરાગત મર્યાદા સાથે કચ્છી, રાજસ્થાની, ગાગર, ઢાલ-તલવાર રાસ, મસાલ રાસ અને મણિયારો રાસ રમીને ખેલૈયાઓ પંરપરાને જીવંત રાખે છે
6) ભરૂચ પાલિકામાં 206 કરોડના હિસાબ મામલે વિવાદ
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં રૂ. ૨૦૬ કરોડના ખર્ચના હિસાબને લઈને વિવાદ સર્જાયો હતો. સભામાં વિપક્ષે નાણાકીય હિસાબ અંગે સવાલો ઉઠાવતાં હોબાળો થયો હતો. વિપક્ષના આક્ષેપ મુજબ, જવાબ આપવાને બદલે સભાને પૂર્ણ કરી દેવામાં આવી હતી.








