મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: EVENING BULLETIN / મિડટર્મ ચૂંટણી બાદ ઈરાન પર અમેરિકાના હુમલાની શક્યતા, દારૂના નશામાં નેતાપુત્રનો હોબાળો

સોર્સ: gstv

મિડટર્મ ચૂંટણી બાદ ઈરાન પર અમેરિકાના હુમલાની શક્યતા

અમેરિકામાં ૩ નવેમ્બરે યોજાનારી ચૂંટણી પછી ઈરાન પર ફરી ભીષણ હુમલો થવાની શક્યતાને પગલે પશ્ચિમ એશિયાના સહયોગી દેશોને એલર્ટ કરાયા છે. જોકે ઈરાન તરફથી સંભવિત વળતા પ્રહાર વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ અંતિમ નિર્ણય લીધો નથી.

પુતિન-ટ્રમ્પ અંગે ઝેલેન્સકીનું નિવેદન

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જણાવ્યું છે કે રશિયાની માનસિકતા તેમનો દેશ અમેરિકા કરતાં વધુ સારી રીતે જાણે છે. તેમણે કહ્યું કે તેમનું અને ડોનાલ્ડ ટ્રમ્પનું લક્ષ્ય યુદ્ધ સમાપ્ત કરવાનું છે, પરંતુ શાંતિ સ્થાપવાના રસ્તાઓ પર બંને નેતાઓ વચ્ચે મતભેદ છે.

અર્નબ વાવાઝોડાને કારણે 300 ગામડા સંપર્કવિહોણા

ઓડિશામાં 'અર્નબ' વાવાઝોડાના કારણે આવેલા વિનાશક પૂરથી ગંજમ જિલ્લાના ૩૦૦ ગામો સંપર્કવિહોણા બન્યા છે. ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા સરકાર કેન્દ્રના સંપર્કમાં છે, પરંતુ ભારે વરસાદ અને ઘેરા વાદળોને કારણે બચાવ કામગીરીમાં અવરોધ સર્જાઈ રહ્યો છે.

વોટ ચોરી વિરુદ્ધ રાહુલ ગાંધીનું એલાન

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ૧ નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાન ખાતે 'ચલો દિલ્હી માર્ચ'માં જોડાવા દેશવાસીઓને અપીલ કરી છે. તેમણે આ લડાઈને કોઈ એક પક્ષ પૂરતી નહીં, પરંતુ લોકશાહી બચાવવા અને 'વોટ ચોરી' રોકવાનું રાષ્ટ્રીય આંદોલન ગણાવ્યું છે.

દારૂના નશામાં નેતાપુત્રનો હોબાળો

સુરેન્દ્રનગરના પાટડીમાં ગેરકાયદે રેતીના ટ્રેક્ટરો જપ્ત થતાં પાલિકા સદસ્યના પુત્રએ દારૂના નશામાં પોલીસ મથકે ધસી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો. જાહેરમાં ખાખી સામે આંખો કાઢી દાદાગીરી કરતી સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતાં ભારે રોષ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો