મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: AFTERNOON NEWS/ UAEના રાષ્ટ્રપતિએ કેપ્ટન સ્મિત મચ્છરને ગળે લગાવી આપ્યું સર્વોચ્ચ સન્માન, દેશ છોડી અમેરિકા નાસી ગયા બોલ્સોનારો

સોર્સ: gstv

1) UAEના રાષ્ટ્રપતિએ કેપ્ટન સ્મિત મચ્છરને ગળે લગાવી આપ્યું સર્વોચ્ચ સન્માન

કેપ્ટન સ્મિથ મચ્છરને સર્વોચ્ચ સન્માન મળ્યું; યુએઈના રાષ્ટ્રપતિએ તેમને આલિંગન આપ્યું અને 'ઓર્ડર ઓફ ઝાયદ-૨' અર્પણ કર્યું.

2) રાષ્ટ્રપતિની ચૂંટણી હારતા જ દેશ છોડી અમેરિકા નાસી ગયા બોલ્સોનારો

બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારોના પુત્ર ફ્લાવિયો બોલ્સોનારો ચૂંટણી હાર્યા બાદ અમેરિકા જતા રહ્યા હોવાના દાવા થયા છે. તેમને પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ અપાયો હતો, પરંતુ તે અંગે સ્પષ્ટતા નથી. 

3) ટ્રેનમાં રાતના 11થી સવારના 5 વાગ્યા સુધી મોબાઇલ ચાર્જ નહીં કરી શકો

ભારતીય રેલ્વેએ મુસાફરોની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. હવે ટ્રેનમાં રાત્રે 11:00 થી સવારે 5:00 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રાખવામાં આવશે. પાવર બેંક ફાટવાની ઘટના બાદ આ નિર્ણય કડક કરાયો 

4) ઉત્તર પ્રદેશમાં ભાજપ અને સપા વચ્ચે કાંટાની ટક્કર

ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદની ચૂંટણી માટેની ૧૧માંથી ૬ બેઠકોના પરિણામો જાહેર થયા. આ ચૂંટણીને વિધાનસભા ચૂંટણી પહેલાની 'સેમી-ફાઈનલ' તરીકે જોવામાં આવી રહી છે. ભાજપે ચાર બેઠકો જીતી છે, જ્યારે SPએ બે બેઠકો મેળવી છે.

5) તાપી જિલ્લામાં માં 5 PIની અચનાક બદલી

તાપી જિલ્લામાં વહીવટી કાર્યક્ષમતા વધારવાના હેતુથી જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર સ્તરે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જિલ્લામાં પાંચ પીઆઈની આંતરિક બદલીના ઓર્ડર છૂટતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

6) હળવદના સામતસર તળાવમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ

હળવદના સામતસર તળાવમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ થતો હોવાની રજૂઆત સામે આવી છે. પાણીના બગાડને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી

આ સમાચાર શેર કરો