Video: EVENING BULLETIN / ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વિવાદમાં, ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં મોટી રાહત


ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વિવાદમાં
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ઘેરાયા છે. મિશિગનની રેલીમાં રેપર નિકી મિનાજ પર કરેલી અભદ્ર ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ પદની ગરિમા સામે ઉગ્ર સવાલો ઉઠી રહ્યા છે.
રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં મોટી રાહત
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સુલ્તાનપુર વિશેષ કોર્ટે મોટી રાહત આપી છે. વર્ષ ૨૦૧૮માં બેંગલુરુ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત શાહ વિરુદ્ધ કરાયેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાંથી કોર્ટે રાહુલ ગાંધીને સંપૂર્ણ દોષમુક્ત જાહેર કર્યા છે.
અયોધ્યા આવાસ યોજના વિવાદ
અયોધ્યામાં આવાસ યોજનાઓ માટે યોગ્ય નિયમોનું પાલન કર્યા વિના જમીન સંપાદન થયું હોવાના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. ચીફ જસ્ટિસની બેન્ચે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.
ગુજરાતના ૪ જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર
રાજ્યમાં નબળા ચોમાસા બાદ પાણીની અછત વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓછો વરસાદ ધરાવતા કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે.
ભરૂચ જામા મસ્જિદ વિવાદ
ભરૂચ જામા મસ્જિદ પરિસરમાં જૈન તીર્થંકરની મૂર્તિ મળવાના દાવા વચ્ચે ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકાર અને ASIને નોટિસ પાઠવી છે. સરકારે મૂર્તિ મળ્યાનો સ્વીકાર કરી સુરક્ષાની જરૂર જણાવી છે, જ્યારે અરજદારોએ સ્થળે નમાજ રોકી પૂજાની મંજૂરી માંગી છે.








