મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: EVENING BULLETIN / ટ્રમ્પનો ટેરિફ મુદ્દે મોટો દાવો, થરાદ ચેકપોસ્ટ લાંચકાંડમાં એક્શન, તાઇવાનમાં ચમ્પી વાવાઝોડાનો કહેર

સોર્સ: gstv

ટ્રમ્પનો ટેરિફ મુદ્દે મોટો દાવો

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવા માટે તેમણે બંને દેશો પર ૨૫૦ ટકા ટેરિફ લાદવાની અને વેપાર બંધ કરવાની ચેતવણી આપી હતી, જેનાથી બંને દેશોએ ગોળીબાર રોક્યો હતો.

ફ્રાન્સમાં મોંઘવારી સામે જનઆક્રોશ

ફ્રાન્સમાં શિક્ષણ વ્યવસ્થા અને વધતી મોંઘવારી સામે વિદ્યાર્થીઓનું આંદોલન હવે દેશવ્યાપી બન્યું છે. હિંસક વિરોધ પ્રદર્શનોની આશંકા વચ્ચે સ્થિતિ નિયંત્રણમાં રાખવા સરકારે દેશભરમાં ૭૦ હજાર સુરક્ષા જવાનો ખડકી દીધા છે.

 તાઇવાનમાં ચમ્પી વાવાઝોડાનો કહેર

તાઇવાનમાં ‘ચમ્પી’ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. મુશળધાર વરસાદ અને ભારે પવનના લીધે એકનું મોત થયું છે જ્યારે ૫૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે; હવે આ વાવાઝોડું ચીનના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.

 બંગાળની ખાડીમાં ચક્રવાતનું જોખમ

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર આગામી દિવસોમાં ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે. IMD અનુસાર આ વાવાઝોડું ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકવાની પ્રબળ શક્યતા છે.

 થરાદ ચેકપોસ્ટ લાંચકાંડમાં એક્શન

બનાસકાંઠાની થરાદ ચેકપોસ્ટ પર ‘ચા-પાણી’ના નામે લાંચ માંગવાનો ટ્રક ડ્રાઇવરે બનાવેલો વીડિયો વાયરલ થતાં તંત્ર એક્શનમાં આવ્યું છે. ૨૪ કલાકમાં જવાબદાર જવાનો સામે કાર્યવાહી થતાં ટ્રક ડ્રાઇવરે પોલીસનો આભાર માન્યો છે.

આ સમાચાર શેર કરો