આ રાશિના જાતકોને નોકરી-ધંધામાં થશે લાભ, 23 ઓક્ટોબર 2026, શુક્રવારનું રાશિફળ

મેષ : બપોર સુધીનો સમય સાનુકૂળ રહે. ધંધામાં આવક જણાય. સંતાનના કામનો ઉકેલ આવે. ત્યારબાદ ચિંતા- ઉચાટ રહે.
વૃષભ : સામાજિક- વ્યવહારિક કામકાજ અંગે દોડધામ- વ્યસ્તતા જણાય. બપોર પછી ધીરે- ધીરે આપને રાહત થતી જાય.
મિથુન : જૂના મિત્ર, સ્વજન- સ્નેહીની આકસ્મિક મુલાકાતથી આનંદ રહે. બઢતી- બદલીના કામ થાય. બપોર પછી ઠીક.
કર્ક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા રહે, બપોર પછી સારું થતું જાય.
સિંહ : ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન- મુલાકાત થવાથી આનંદ જણાય. પરદેશના કામ થાય. બપોર પછી ખર્ચ જણાય
કન્યા : નોકરી- ધંધાના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભારમાં વધારો થાય.
તુલા : પરદેશના કામકાજ અંગે મિલન- મુલાકાત થઈ શકે. સીઝનલ- ધંધામાં લાભ જણાય. બપોર પછી થોડુંક ધ્યાન રાખવું પડે.
વૃશ્ચિક : નોકરી- ધંધે જાવ તો આપને ઘર- પરિવારની અને ઘરે રહો તો નોકરી- ધંધાની ચિંતા સતાવ્યા કરે.
ધન : નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. બપોર પછી વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
મકર : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક કામકાજ અંગે દોડધામ- શ્રમ જણાય. કામનો ઉકેલ આવતા આનંદ રહે.
કુંભ : મહત્ત્વના નિર્ણય લેવામાં સાનુકૂળતા મળી રહે. આપના કામમાં પત્ની સંતાનનો સહકાર મળતા ઉકેલ લાવી શકો.
મીન : માનસિક પરિતાપ વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં. વિચારોની અસમંજસતા દ્ધિધા અનુભવાય.




