આ રાશિના જાતકોને થશે લાભ જ લાભ, 20 ઓક્ટોબર 2026, મંગળવારનું રાશિફળ

મેષ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. કામનો ઉકેલ આવે.
વૃષભ : ધંધામાં નવી કોઈ વાતચીત કે ઓડર મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગ આપને મદદરૂપ થવાના પ્રયાસ કરે.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં.
કર્ક : જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને સાનુકૂળતા મળી રહે. અન્યનો સહકાર જણાય.
સિંહ : સીઝનલ ધંધામાં આપે માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે નાંણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.
કન્યા : આપના મહેનત-અનુભવ-આવડત- બુધ્ધિથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.
તુલા : આપ હરો-ફરો-કામકાજ કરો. પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ધીર- પરિવારની ચિંતા રહે.
વૃશ્રિક : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થઈ શકે.
ધન : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. પત્ની-સંતાનનો સહકાર રહે.
કુંભ : આપને કામકાજમાં કોઈ ને કોઈ રૂકાવટ- મુશ્કેલી જણાય. આપના ગણત્રી-ધારણા આવળાં પડતાં ઉચાટ-ઉદ્વેગ રહે.
મીન : સીઝનલ ધંધામાં આકસ્મિક- ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી પ્રસન્નતા રહે.




