મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આ રાશિના જાતકોના જીવનમાં રહેશે ચિંતા, 17 ઓક્ટોબર 2026, શનિવારનું રાશિફળ

આ રાશિના જાતકોના જીવનમાં રહેશે ચિંતા, 17 ઓક્ટોબર 2026, શનિવારનું રાશિફળ
આ સમાચાર સાંભળો

મેષ : નોકરી ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મુલાકાતમાં રૂકાવટ જણાય.
વૃષભ : બેંકના વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. અડોશ પડોશમાં ચિંતા-ઉચાટ જણાય.
મિથુન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. ઇચ્છિત વ્યક્તિ સાથેની મુલાકાતમાં ધ્યાન રાખવું.
કર્ક : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ નું આપે ધ્યાન રાખવું પડે. કોર્ટ કચેરીના કામમાં મુશ્કેલી રહે.
સિંહ : સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ ખર્ચ જણાય. વાણીની સંયમતા રાખીને કામ કરવું. પ્રતિકૂળતા રહે.
કન્યા : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. આવેશમાં આવી જવું નહીં.
તુલા : ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગની મુશ્કેલીના લીધે કામમાં રૂકાવટ રહે. બઢતી બદલીના કાર્યમાં ઉતાવળ ન કરવી.
વૃશ્ચિક : યાત્રા-પ્રવાસ મિલન મુલાકાતમાં આપે ધ્યાન રાખવું પડે. નાણાંકીય લેવડ દેવડમાં આપે સાવધાની રાખવી.
ધન : માનસિક પરિતાપ વ્યગ્રતાના કારણે કામમાં મન લાગે નહીં. વિચારોની અસમંજસતા દ્વિધા અનુભવાય. ચિંતા રહે.
મકર : રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને પ્રતિકૂળતા રહે. સાસરીપક્ષ મોસાળપક્ષની ચિંતા જણાય.
કુંભ : આપે વધુ પડતાં આત્મવિશ્વાસમાં આવી જઇને કોઈ કામ કરવું નહીં. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો મુલતવી રાખવા.
મીન : જમીન-મકાન-વાહનના કામમાં આપે સંભાળવું પડે. સામાજિક રાજકીય કામકાજમાં રૂકાવટ મુશ્કેલી રહે.

અગ્નિદત્ત પદમનાભ

આ સમાચાર શેર કરો