મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં વધારો થાય, 12 ઓક્ટોબર 2026, સોમવારનું રાશિફળ

આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં વધારો થાય,  12 ઓક્ટોબર 2026, સોમવારનું રાશિફળ
તસવીર: GSTV

મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા થતી જાય.

વૃષભ : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

મિથુન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. ધંધામાં લાભ-ફાયદો મળી રહે.

કર્ક : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. જમીન-મકાન-વાહનના કામકાજમાં સંભાળવું પડે.

સિંહ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

કન્યા : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતાં આનંદ રહે.

તુલા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. સંસ્થાકીય કામકાજ અંગે વ્યસ્તતા રહે.

વૃશ્ચિક : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર દિવસ પસાર કરવો.

ધન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા રહે.

મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.

કુંભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ભાઈભાંડુનો સહકાર મળી રહે.

મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા રહે.

- અગ્નિદત્ત પદમનાભ

આ સમાચાર શેર કરો