નવરાત્રિના દિવસે આ રાશિના જાતકો પર મા અંબાના રહેશે વિશેષ આશીર્વાદ, 11 ઓક્ટોબર 2026, રવિવારનું રાશિફળ

મેષ રાશિ: મિશ્ર પરિણામ રહેશે. બપોર પછી થોડી મુશ્કેલીનો સમય આવશે, સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. પ્રેમ-સંતાનનો સાથ જળવાઈ રહેશે અને વેપારની સ્થિતિ પણ તમારી સારી રહેશે. કોઈપણ નિર્ણય થોડો વિચારીને લેવો તમારા માટે યોગ્ય રહેશે. હાલમાં કોઈ જોખમ લેવા જેવો સમય નથી.સૂર્યને જળ ચઢાવવું શુભ રહેશે.
વૃષભ રાશિ: આનંદદાયક જીવન પસાર કરશો. પ્રેમી-પ્રેમિકાની મુલાકાત થશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે અને વેપારની સ્થિતિ મજબૂત થશે. પરાક્રમી બની રહેશો અને વ્યાવસાયિક સફળતા મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. લાલ વસ્તુનું દાન કરવું શુભ રહેશે.
મિથુન રાશિ: અશાંત સમય રહેશે, થોડા શત્રુઓ સક્રિય રહેશે. સ્વાસ્થ્ય પણ નાની-મોટી તકલીફોથી પરેશાન રહેશે. પ્રેમ-સંતાનનો ભરપૂર સહયોગ મળશે અને વેપાર પણ સારો રહેશે. બજરંગબલીને પ્રણામ કરવા શુભ રહેશે.
કર્ક રાશિ: લાગણીશીલ થઈને કોઈ નિર્ણય લેતા નહીં. લખવા-વાંચવામાં સમય પસાર કરો. સ્વાસ્થ્ય ઉપર-નીચે, પ્રેમ-સંતાન થોડું મધ્યમ અને વેપારની સ્થિતિ ખૂબ જ સારી છે. આમ છતાં આ દિવસોમાં નસીબનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે તમને. પીળી વસ્તુ પાસે રાખવી શુભ રહેશે.
સિંહ રાશિ: સ્વાસ્થ્ય સારું છે. પ્રેમની સ્થિતિ થોડી મધ્યમ છે, સંતાનની સ્થિતિ મધ્યમ છે. વેપારની સ્થિતિ ખૂબ જ સારી છે, પરાક્રમી બની રહેશો અને કરેલું પરાક્રમ સફળતા અપાવશે. તમારામાં એક મોટી વ્યાવસાયિક સકારાત્મક ઉર્જા બની રહી છે. પીળી વસ્તુ પાસે રાખવી વધુ શુભ રહેશે.
કન્યા રાશિ: કન્યા રાશિની સ્થિતિ સારી છે. સ્વાસ્થ્ય પહેલા કરતા બેહતર, પ્રેમ-સંતાનની સ્થિતિ ખૂબ જ સારી અને વેપારની સ્થિતિ પણ ખૂબ જ સારી છે. તમારી વ્યાવસાયિક સ્થિતિ ખૂબ જ સારી ચાલી રહી છે. લાલ વસ્તુનું દાન કરવું શુભ રહેશે.
તુલા રાશિ: ધનનું આગમન થશે, કુટુંબમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય ખૂબ જ સરસ ચાલી રહ્યું છે, નસીબ સાથ આપી રહ્યું છે, એક ખૂબ જ સારી સ્થિતિ છે. છતાં અત્યારે રોકાણ કરશો નહીં. લાલ વસ્તુનું દાન કરવું શુભ રહેશે.
વૃશ્ચિક રાશિ: તમારામાં એક ઉર્જા આવી જશે, આ સકારાત્મક ઉર્જા હશે. પ્રેમ-સંતાન ખૂબ જ સારું રહેશે, વેપાર ખૂબ જ સારો રહેશે. જરૂરિયાત મુજબ જીવનમાં જે ઈચ્છશો તેની ઉપલબ્ધતા થશે, તેથી એક સારી સ્થિતિ બની રહી છે. પીળી વસ્તુ પાસે રાખવી શુભ રહેશે.
ધન રાશિ: ખર્ચની અધિકતા મનને પરેશાન કરશે. સ્વાસ્થ્ય થોડું મધ્યમ છે. પ્રેમ-સંતાનની સ્થિતિ પણ મધ્યમ છે, જ્યારે વેપારની સ્થિતિ તમારી સારી છે. લાલ વસ્તુ પાસે રાખવી શુભ રહેશે.
મકર રાશિ: આવકના નવા-નવા માર્ગો બનશે અને જૂના માર્ગોથી પણ પૈસા આવશે. સ્વાસ્થ્ય સારું, પ્રેમ-સંતાન સારું અને વેપાર ખૂબ જ સારો રહેશે. લાલ વસ્તુનું દાન કરો.
કુંભ રાશિ: કોર્ટ-કચેરીમાં વિજય મળશે અને વ્યાવસાયિક સફળતા મળશે. સ્વાસ્થ્ય પહેલા કરતા બેહતર, પ્રેમ-સંતાનની સ્થિતિમાં સુધારો થઈ ચૂક્યો છે અને વેપાર ખૂબ જ સારો રહેશે. લીલી વસ્તુ પાસે રાખો.
મીન રાશિ: જોખમમાંથી બહાર આવી રહ્યા છો. સ્વાસ્થ્યમાં સુધારો થઈ જશે, પ્રેમ-સંતાન પણ સારું થઈ જશે અને વેપારની સ્થિતિ પણ સારી થઈ જશે. શિવજીનો જળાભિષેક કરવો શુભ રહેશે.

