VIDEO: મનગમતી નોકરી અને વહેલા લગ્ન માટે ગુપ્ત નવરાત્રિના રાત્રિ ઉપાયો, મા ભગવતી કરશે બેડો પાર
હિન્દુ ધર્મમાં ગુપ્ત નવરાત્રિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વર્ષમાં કુલ ચાર વખત નવરાત્રિ આવે છે, જેમાંથી બે સામાન્ય નવરાત્રિ અને બે ગુપ્ત નવરાત્રિ હોય છે. ચૈત્ર અને આસો (શારદીય) મહિનાની નવરાત્રિ સૌથી વધુ પ્રચલિત છે, જ્યારે મહા અને અષાઢ મહિનામાં ગુપ્ત નવરાત્રિ મનાવવામાં આવે છે. આ વર્ષે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ 15 જુલાઈથી 22 જુલાઈ સુધી રહેશે. એવી માન્યતા છે કે આ દરમિયાન મા દુર્ગાની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે.
ગુપ્ત નવરાત્રિનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
ધાર્મિક મહત્વ:
ધાર્મિક માન્યતા અનુસાર, ગુપ્ત નવરાત્રિ સાધના, શક્તિની પ્રાપ્તિ અને વિઘ્નોને દૂર કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ દરમિયાન ઘણા સાધકો પોતાની પૂજા અને મંત્ર જાપને ગુપ્ત રાખે છે. એવું માનવામાં આવે છે કે જેટલી શાંતિ અને એકાગ્રતાથી સાધના કરવામાં આવે, તેનું ફળ એટલું જ શ્રેષ્ઠ મળે છે.
વૈજ્ઞાનિક મહત્વ:
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ આ સમયગાળો ખૂબ ખાસ માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન ઋતુ બદલાય છે અને શરીરમાં પણ ઘણા ફેરફારો થાય છે. એવું માનવામાં આવે છે કે આ સમયે શરીરમાં પિત્ત વધી શકે છે. તેથી હળવો અને સાત્વિક ખોરાક લેવાથી તેમજ જરૂરિયાત મુજબ ઉપવાસ રાખવાથી શરીરને આરામ મળે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.
સામાન્ય અને ગુપ્ત નવરાત્રિ વચ્ચે શું તફાવત છે?
સામાન્ય નવરાત્રિ: આમાં લોકો જાહેર રૂપે મા દુર્ગાની પૂજા આરાધના કરે છે. સાત્વિક પૂજાની સાથે કેટલાક લોકો આમાં તાંત્રિક પૂજા પણ કરતા હોય છે.
ગુપ્ત નવરાત્રિ: આ નવરાત્રિમાં સાધનાને ગુપ્ત (ગોપનીય) રાખવી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન તાંત્રિક સાધના કરનારા લોકો કોઈપણ પ્રકારના પ્રચાર વગર પોતાની પૂજા કરે છે. એવી માન્યતા છે કે ગુપ્ત રીતે કરવામાં આવેલી સાધના વધુ ફળદાયી નીવડે છે.
ગુપ્ત નવરાત્રિમાં માતાજીની પૂજા કેવી રીતે કરવી?
ઘટ સ્થાપન: જો તમે ઈચ્છો તો નવ દિવસ માટે કળશ સ્થાપન કરી શકો છો.
પાઠ અને જાપ: સવાર-સાંજ મા દુર્ગાના મંત્રોનો જાપ, દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીના પાઠ કરવા શુભ માનવામાં આવે છે.
આરતી અને ભોગ: સવાર-સાંજ બંને સમયે આરતી કરો અને માતાજીને લવિંગ તથા પતાસાનો ભોગ ચડાવો.
ફૂલ અર્પણ કરવા: પૂજામાં લાલ રંગના ફૂલ ચડાવવા ઉત્તમ માનવામાં આવે છે. પરંતુ યાદ રાખો કે માતાજીને આંકડો, મદાર, ધરો અને તુલસી ન ચડાવવા જોઈએ.
નિયમ: પૂરા નવ દિવસ સાત્વિક ભોજન લો અને મનને શાંત રાખો.
ગુપ્ત નવરાત્રિના સરળ ઉપાયો
મનગમતી નોકરી મેળવવા માટે:
જો નોકરી મેળવવાની ઈચ્છા હોય, તો નવરાત્રિની કોઈપણ રાત્રે મા દુર્ગા સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. ત્યારબાદ નવ પતાસા લો અને દરેક પતાસા પર બબ્બે લવિંગ મૂકીને એક-એક કરીને માતાજીને અર્પણ કરો અને મનની ઈચ્છા કહો.
ઝડપી લગ્નની કામના માટે:
જે લોકો વહેલા લગ્નની ઈચ્છા રાખતા હોય, તેમણે ગુપ્ત નવરાત્રિની દરેક રાત્રે માતાજી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ, લાલ ફૂલોની માળા અર્પણ કરવી જોઈએ અને સાચા મનથી લગ્ન માટે પ્રાર્થના કરવી જોઈએ.
મનગમતી નોકરી અને વહેલા લગ્ન માટે ગુપ્ત નવરાત્રિના રાત્રિ ઉપાયો, મા ભગવતી કરશે બેડો પાર

