Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Tamil Nadu Chief Minister Vijay Karur will hand over government jobs to families of victims of runaways

VIDEO: તમિલનાડુના મુખ્યમંત્રી વિજય કરુરની મુલાકાતે ભાગદોડના પીડિત પરિવારોને સોંપશે સરકારી નોકરી

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ વિજયની આ પ્રથમ કરુર મુલાકાત છે. સપ્ટેમ્બર ૨૦૨૫ માં ટીવીકે (TVK) રેલી દરમિયાન સર્જાયેલી દર્દનાક ભાગદોડમાં ૪૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મુખ્યમંત્રી વિજય આજે આ દુર્ઘટનાના ભોગ બનેલા ૩૨ પીડિત પરિવારોના સભ્યોને કરુણાના ધોરણે સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત કરશે. શૈક્ષણિક લાયકાત મુજબ તેઓને જુદા જુદા સરકારી વિભાગોમાં નોકરી આપવામાં આવશે. આ ઉપરાંત, મુખ્યમંત્રી કરુરમાં આશરે ૧,૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા ફૂટવેર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે, જેનાથી સ્થાનિક સ્તરે ૧૩,૫૦૦ થી વધુ રોજગારીની તકો ઊભી થશે. આ પ્રવાસને લઈને સમગ્ર કરુર જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

App Store