Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A powerful cyclone wreaked havoc in Tuticorin district of TamilNadu.

VIDEO: તમિલનાડુના તૂતીકોરીન જિલ્લામાં એક શક્તિશાળી વંટોળને કારણે ભારે તબાહી

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તમિલનાડુના તૂતીકોરીન જિલ્લામાં રવિવારે સાંજે આવેલા એક શક્તિશાળી વંટોળને કારણે ભારે તબાહી સર્જાઈ હતી. વાગાઈકુલમ એરપોર્ટ વિસ્તાર અને ટોલ પ્લાઝા નજીક ફૂંકાયેલા આ અતિશય તેજ પવનને કારણે કામચલાઉ બાંધકામોની ધાતુની છત હવામાં ઊડી ગઈ હતી. આ અકસ્માતમાં ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની વિગત મુજબ રવિવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેજ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વંટોળ એટલો શક્તિશાળી હતો કે નજીકના એક થીમ પાર્ક અને ટોલ પ્લાઝાના શેડ પણ ઊડી ગયા હતા. હવામાં ઊડેલી આ લોખંડની શીટ્સ રાહદારીઓ અને ત્યાં હાજર લોકો પર પડતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક તૂતીકોરીન સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સ્થાનિક પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં લોકોમાં ભારે દહેશત જોવા મળી હતી.

App Store

 

ટોપિક્સ:gstvgstv newstamil naducyclone