Video: ભારતીય શેરબજારમાં શાનદાર તેજી

ભારતીય શેરબજારમાં આજે સોમવારનો દિવસ શુકનવંતો સાબીત થયો છે..સપ્તાહના પ્રથમ દિવસે જ માર્કેટમાં આજે જોરદાર તેજી જોવાઈ રહી છે. સેન્સેક્સ એક હજાર 30 પોઈન્ટના ઉછાળા સાથે ફરી એક વખત 75 હજાર 400ને પાર થયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા છે. આ માટે યુએઈએ મધ્યસ્થા કરી છે. બીજીબાજુ યુક્રેન અને રશિયા વચ્ચે પણ યુદ્ધવિરામ થયુ છે. જેથી ક્રૂડ ઓઈલ સસ્તું થયુ છે.. આ વૈશ્વિક કારણો વચ્ચે પેટ્રોલિયમ દિગ્ગજ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક ગાળાના પરિણામો ખુબ સારા આવ્યા છે. જેથી રિલાયન્સની આગેવાનીમાં બ્લૂચીપ સ્ટોકમાં સારી ખરીદારી જોવા મળી રહી છે. ચારેબાજુથી પોઝિટિવ સમાચારોને કારણે શેરબજારનું સેન્ટીમેન્ટ બુલીશ થયુ છે..મીડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેર્સ પણ સારા એવા ઉંચકાયા છે. આજે તમામ સેક્ટરમાં સારી એવી તેજી જોવાઈ રહી છે અને આ તેજીથી રોકાણકારોમાં દિવાળી સમયે જ આનંદની લાગણી વ્યાપી ગઈ છે.







