મહાદેવ ઓનલાઇન બેટિંગ નેટવર્કનાં મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડને ઓમાનથી ભારત લવાયો

મહાદેવ ઓનલાઇન બેટિંગ નેટવર્કનાં મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડને ઓમાનથી ભારત લવાયો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

છત્તીસગઢનાં ચર્ચાસ્પદ મહાદેવ ઓનલાઇન બેટિંગ નેટવર્કનાં મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રાકરને સીબીઆઇએ ઓમાનથી પ્રત્યાર્પિત કરી લીધો છે.અન્ય કેન્દ્રીય એજન્સીઓનાં સહયોગથી થયેલ આ કાર્યવાહી પછી સીબીઆઇની વિશેષ ટીમ તેને ભારત લઇ આવી છે. હવે તેને મેડિકલ તપાસ અને ટ્રાઝિસ્ટ રિમાન્ડ લેવામાં આવ્યા પછી રાયપુર લઇ જવામાં આવશે.


સોમવારે તેને સીબીઆઇની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સૌરભ ચંદ્રાકર સીબીઆઇનાં બે કેસમાં વોન્ટેડ છે. જેમાં એજન્સીએ અગાઉ જ ચાર્જશીટ દાખલ કરી હતી.આ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનાં એક કેસમાં પણ તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીબીઆઇએ મહાદેવ ઓનલાઇન એપ કેસની તપાસ છત્તીસગઢ સરકારની અપીલ પર શરૂ કરી હતી.
તપાસમાં સામે આવ્યું હતું કે આ દેશનાં સૌથી મોટા ગેરકાયદે ઓનલાઇન સટ્ટાબાજી નેટવર્ક પૈકીનું એક હતું. જેનું સંચાલન વિદેશમાંથી કરવામાં આવતું હતું.આ પ્લેટફોર્મ દ્વારા કિક્રેટ, ફૂટબોલ સહિતની રમતો પર ગેરકાયદે સટ્ટો લગાવવામાં આવતો હતો. તપાસ એજન્સીઓ અનુસાર સમગ્ર દેશમાં ફેલાયેલ ફ્રેન્ચાઇઝી આધારિત પેનલ અને શાખાઓનાં માધ્યમથી લોકોને જોડવામાં આવતા હતાં અને તેમની પાસેથી દાવની રકમ એકત્ર કરવામાં આવતી હતી.

જાહેરાત


તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે ગેરકાયદે સટ્ટાબાજીથી એકત્ર કરવામાં આવેલી રકમની મોટી સંખ્યામાં મ્યુલ બેંક ખાતાઓ દ્વારા લેવડદેવડ કરવામાં આવતી હતી.
ત્યારબાદ રકમને હવાલા નેટવર્કનાં માધ્યમથી વિદેશ મોકલવામાં આવતી હતી. ઇડીએ આ કેસમાં દેશ અને વિદેશમાં અનેક સંપત્તિઓ ટાંચમાં લીધી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત