Video: સીબીઆઈએ અન્ય એજન્સીઓના સહયોગથી મહાદેવ એપ સટ્ટાબાજી સિન્ડિકેટના પ્રમોટર સૌરભ ચંદ્રાકરનું ઓમાનથી ભારત પ્રત્યાર્પણ કર્યું

સોર્સ: gstv

અંતરરાષ્ટ્રીય સ્તરે વોન્ટેડ એવા સૌરભ ચંદ્રાકર સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી, જેના આધારે રોયલ ઓમાન પોલીસે તેની અટકાયત કરી હતી. કાયદાકીય પ્રક્રિયા બાદ હવે તેને ભારત લાવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સૌરભ ચંદ્રાકર CBI દ્વારા નોંધવામાં આવેલા બે કેસોમાં વોન્ટેડ છે, જેમાં તેની સામે ચાર્જશીટ પણ દાખલ થઈ ચૂકી છે. આ ઉપરાંત, તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDના એક મની લોન્ડરિંગ કેસમાં પણ વોન્ટેડ હતો, જેમાં અગાઉ પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચંદ્રાકરના ભારતમાં આગમનને પગલે હવે મહાદેવ એપ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મોટા માથાઓની મુશ્કેલીઓમાં પણ ભારે વધારો થવાની પૂરી શક્યતા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત