મુખ્ય સામગ્રી પર જાઓ

Video: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, દિવાળી પહેલાં પેટ્રોલ પરની એક્સપોર્ટ ડ્યુટી '0'

સોર્સ: gstv

કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ પર લાગતા વિન્ડફોલ ગેઇન ટેક્સના દરોમાં મોટો ફેરફાર કર્યો છે. નાણા મંત્રાલયના નવા નોટિફિકેશન મુજબ પેટ્રોલની નિકાસ પર લાગતી અઢી રૂપિયા પ્રતિ લીટરની એક્સપોર્ટ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરી શૂન્ય કરવામાં આવી છે. બીજી તરફ ડીઝલની નિકાસ પરનો ટેક્સ 8.50 રૂપિયાથી વધારીને 11 રૂપિયા 50 પૈસા પ્રતિ લીટર અને ATF પરનો ટેક્સ 10 રૂપિયા 50 પૈસાથી વધારીને 11 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવમાં થતી વધઘટને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. નવા દરો 31 ઓક્ટોબરથી આગામી બે અઠવાડિયા માટે અમલી રહેશે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઘરેલુ બજારમાં વેચાતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ સમાચાર શેર કરો