મુખ્ય સામગ્રી પર જાઓ

Video: "લદ્દાખની કૃષિ ક્ષમતાનો પૂરો ઉપયોગ થયો જ નહોતો!" એલજી વી. કે. સક્સેનાનો મોટો દાવો

સોર્સ: gstv

લદ્દાખમાં ટકાઉ કૃષિ (સસ્ટેનેબલ એગ્રિકલ્ચર) અને પર્યાવરણ સંરક્ષણને વેગ આપવા અંગે ઉપરાજ્યપાલ (Lieutenant Governor) વી. કે. સક્સેનાએ મહત્વની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે લદ્દાખમાં કૃષિ ક્ષેત્રે અગાધ સંભાવનાઓ રહેલી છે, જેનો ભૂતકાળમાં ક્યારેય સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો નહોતો.

લેહ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં ઉપરાજ્યપાલે જણાવ્યું કે, "ગયા વર્ષે લદ્દાખમાં 'સી-બકથોર્ન' (Sea buckthorn) નું ઉત્પાદન આશરે ૧,૦૬૦ ટન હતું, જે આ વર્ષે વધીને ૨,૨૦૦ ટનને વટાવી ગયું છે. હાર્વેસ્ટિંગ પદ્ધતિઓમાં સુધારો કરીને, તજજ્ઞો સાથે આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરીને અને ખેડૂતો માટે પ્રતિ કિલો ₹૩૦૦ નો લઘુત્તમ ભાવ નક્કી કરીને અમે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા છે. અમારું લક્ષ્ય આવતા વર્ષે તેનું ઉત્પાદન વધારીને ૫,૦૦૦ ટન સુધી પહોંચાડવાનું છે."

કૃષિ ઉપરાંત લદ્દાખના પર્યાવરણ અને ગ્રીન કવરને વધારવા અંગે વિગતો આપતાં તેમણે ઉમેર્યું કે, "અમે ઇગુ કેનાલ (Igu Canal) ની બંને બાજુએ 'ગ્રીન વૉલ' વિકસાવી રહ્યા છીએ, જ્યાં અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય લદ્દાખમાં હરિયાળીનું પ્રમાણ વધારવાનો અને પર્યાવરણીય સંતુલન જાળવવાનો છે."

આ સમાચાર શેર કરો