Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Ambaji Mohanthal gets official GI tag! First Naorte Special Ceremony of Navratri

અંબાજી મોહનથાળને સત્તાવાર GI ટેગ મળ્યો! નવરાત્રિના પ્રથમ નોરતે વિશેષ સમારોહ

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2026
લાઇવ ટીવીGoogle News
અંબાજી મોહનથાળને સત્તાવાર GI ટેગ મળ્યો! નવરાત્રિના પ્રથમ નોરતે વિશેષ સમારોહ
સોર્સ : gstv

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પરંપરાગત મોહનથાળ પ્રસાદ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી માતાના આ સુપ્રસિદ્ધ પ્રસાદને કેન્દ્રીય ભૌગોલિક સંકેતક (GI) રજિસ્ટ્રી દ્વારા GI ટેગ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે મોહનથાળને વિશિષ્ટ ઓળખ અને કાનૂની સંરક્ષણ મળ્યું છે. હવે અંબાજીનો મોહનથાળ તિરુપતિના લાડુ અને પલાની પંચામૃતમ જેવા દેશના વિશિષ્ટ મંદિર પ્રસાદોમાં સામેલ થયો છે.

App Store

અંબાજી મોહનથાળને સત્તાવાર GI ટેગ મળ્યો

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે કેન્દ્રીય GI રજિસ્ટ્રીએ અંબાજીના મોહનથાળને ખાદ્ય પદાર્થોની ક્લાસ-30 શ્રેણી હેઠળ સત્તાવાર GI ટેગ આપ્યો છે. ઉપલબ્ધ અધિકૃત દસ્તાવેજો અનુસાર, આ પ્રમાણપત્ર 1 ઓક્ટોબર, 2026ના રોજ જારી કરવામાં આવ્યું હતું.

આ સિદ્ધિ અંબાજી મંદિરની પરંપરા અને મોહનથાળ પ્રસાદની વિશિષ્ટ ઓળખ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. GI ટેગ મળવાથી અંબાજીના મોહનથાળને અન્ય સ્થળોએ બનતા સમાન મીઠાઈના ઉત્પાદનો કરતાં અલગ ભૌગોલિક ઓળખ મળશે.

નવરાત્રિના પ્રથમ નોરતે વિશેષ સમારોહ

મોહનથાળને GI ટેગ મળવાની સિદ્ધિની ઉજવણી માટે 11 ઓક્ટોબર, 2026ના રોજ અંબાજી દેવસ્થાન ખાતે વિશેષ સમારોહ યોજાવાનો છે. સવારે 10થી 11 વાગ્યા દરમિયાન યોજાનારા કાર્યક્રમમાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ તથા જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન્સના રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિત ઉપસ્થિત રહેશે અને દેવસ્થાન ટ્રસ્ટને સત્તાવાર GI પ્રમાણપત્ર અર્પણ કરશે.

મોહનથાળની નકલ સામે મળશે કાનૂની સુરક્ષા

GI ટેગ મળ્યા બાદ 'અંબાજી મોહનથાળ' નામના અનધિકૃત ઉપયોગ અને નકલ સામે કાનૂની સંરક્ષણ મેળવવામાં મદદ મળશે. આથી પ્રસાદની પરંપરાગત ઓળખ, ગુણવત્તા અને શુદ્ધતા જાળવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું લેવાયું છે.

અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે મોહનથાળ માત્ર મીઠાઈ નહીં, પરંતુ આસ્થાની પરંપરાનો અભિન્ન ભાગ છે. GI ટેગ મળવાથી આ પરંપરાગત પ્રસાદને રાષ્ટ્રીય સ્તરે વધુ ઓળખ મળવાની સાથે તેની વિશિષ્ટતા જાળવવામાં પણ મદદ મળશે.