Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : ST runs 30,000 extra trips at Ambaji Bhadarvi Poonam Mela, earns crores

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં STએ 30 હજાર એક્સ્ટ્રા ટ્રીપ દોડાવી, કરોડોની થઈ આવક

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
અંબાજી ભાદરવી પૂનમ મેળામાં STએ 30 હજાર એક્સ્ટ્રા ટ્રીપ દોડાવી, કરોડોની થઈ આવક
સોર્સ : gstv

અંબાજી ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ(GSRTC) દ્વારા 20થી 26 સપ્ટેમ્બરમાં કુલ 30,000 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવતા કુલ 13.04 લાખ મુસાફરોએ તેનો લાભ લીધો. જેમાં અમદાવાદ વિભાગની 615 એક્સ્ટ્રા બસોની મદદથી 1,085 ટ્રીપ્સમાં 57,902 મુસાફરો નોંધાયા હતા. 26 સપ્ટેમ્બરે સૌથી વધુ 12,884 શ્રદ્ધાળુઓએ મુસાફરી કરતા ST નિગમને 94.88 લાખની આવક થઈ.

App Store

ST નિગમને રૂ.9.51 કરોડની આવક

અંબાજી મેળામાં સાત દિવસના ટૂંકા ગાળામાં ST નિગમને રૂ.9.51 કરોડની આવક થઈ છે. આમ, રાજ્યભરમાંથી અંબાજી પહોંચતા માઈભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે નિગમ દ્વારા સુચારૂ આયોજન કરીને ઉત્તમ પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી.

અમદાવાદ વિભાગની 615 એક્સ્ટ્રા બસોની 1,085 ટ્રીપ્સમાં 57,902 મુસાફરો નોંધાયા

યાત્રાધામ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પૂનમ મહામેળા નિમિત્તે અમદાવાદના ગીતામંદિર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ સહિત વિવિધ ડેપો પરથી ગુજરાત એસટી નિગમ દ્વારા 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન વિશેષ એક્સ્ટ્રા બસોનું મોટાપાયે સંચાલન કરવામાં આવ્યું હતું. સમગ્ર મેળા દરમિયાન અમદાવાદ વિભાગ દ્વારા કુલ 615 બસો દોડાવીને 1,085 ટ્રીપ્સ મારતા કુલ 57,902 પેસેન્જરો નોંધાયા હતા. જેમાં નિગમને આશરે 94.88 લાખની આવક થઈ છે. સંચાલન દરમિયાન 26 સપ્ટેમ્બરના રોજ સૌથી વધુ 12,884 શ્રદ્ધાળુઓએ મુસાફરી કરી હતી, જેનાથી એક જ દિવસમાં 26.95 લાખની આવક થઈ હતી.

અમદાવાદ ડેપોના મુખ્ય આંકડાકીય હાઇલાઇટ્સ

  • કુલ બસો : 615
  • કુલ ટ્રીપ્સ: 1,085
  • કુલ મુસાફરો: 57,902
  • કુલ આવક: 94,88,223
  • કુલ અંતર: 1,97,975 કિલોમીટર
  • સરેરાશ EPKM: 47.93 રૂપિયા

26 સપ્ટેમ્બરે મુસાફરો અને ટ્રીપનો સૌથી વધુ ધસારો

ભાદરવી પૂનમના મુખ્ય તહેવાર પહેલા 26 સપ્ટેમ્બરના રોજ સમગ્ર મેળા દરમિયાન એક દિવસમાં સૌથી વધુ ટ્રાફિક નોંધાયો

  • મુસાફરોની સંખ્યા: 12,884 (દૈનિક ધોરણે સૌથી વધુ)
  • વાહનો અને ટ્રીપ્સ: 133 બસો દ્વારા 231 ટ્રીપ
  • એક દિવસની આવક: 26,95,004 રૂપિયા
  • કિલોમીટર અને EPKM: 42,057 કિમી (EPKM 64.08 રૂપિયા)

અમદાવાદથી તારીખવાર વાહન અને ટ્રીપ

  • 20-09-26: 9 વાહનો - 18 ટ્રીપ - 802 પેસેન્જર - આવક 1,30,848 રૂપિયા
  • 21-09-26: 56 વાહનો - 107 ટ્રીપ - 5,292 પેસેન્જર આવક 8,30,621 રૂપિયા
  • 22-09-26: 85 વાહનો - 155 ટ્રીપ - 8,341 પેસેન્જર - આવક 11,80,351 રૂપિયા
  • 23-09-26: 120 વાહનો - 222 ટ્રીપ - 9,503 પેસેન્જર - આવક 15,39,828 રૂપિયા
  • 24-09-26: 107 વાહનો - 177 ટ્રીપ - 12,653 પેસેન્જર - આવક 14,89,661 રૂપિયા
  • 25-09-26: 78 વાહનો - 124 ટ્રીપ - 5,199 પેસેન્જર - આવક 10,28,970 રૂપિયા
  • 26-09-26: 133 વાહનો - 231 ટ્રીપ - 12,884 પેસેન્જર - આવક 26,95,004 રૂપિયા
  • 27-09-26: 27 વાહનો - 51 ટ્રીપ - 3,228 પેસેન્જર - આવક 5,92,940 રૂપિયા
ટોપિક્સ:GSTV NewsGujarati News