મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ, 18 ઓક્ટોબર 2026, રવિવારનું રાશિફળ

આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ, 18 ઓક્ટોબર 2026, રવિવારનું રાશિફળ
આ સમાચાર સાંભળો

મેષ : જૂના સ્વજન સ્નેહી, મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આપને આનંદ જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.
વૃષભ : દિવસ દરમ્યાન આપને સુસ્તી બેચેની જેવું રહ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
મિથુન : સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે.
કર્ક : નોકરી ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભારમાં વધારો જણાય.
સિંહ : આપની બુદ્ધિ મહેનત અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. ધંધામાં લાભ ફાયદો મળી રહે.
કન્યા : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું પડે. મિત્રવર્ગની ચિંતા રહે.
તુલા : આપને અડોશ-પડોશના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થાય. ધર્મકાર્ય થઇ શકે.
વૃશ્ચિક : કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય. પરંતુ આનંદ રહે. ધંધામાં લાભ ફાયદો રહે.
ધન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો પત્ની-સંતાનના સહકારથી કામનો ઉકેલ લાવી શકો.
મકર : આપને કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ રહે.
કુંભ : આપના કાર્યની કદર- પ્રશંસા થવાથી આનંદ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.
મીન : આપના કાર્યની સાથે ઘર પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામ અંગે દોડધામ શ્રમ જણાય. કામ ઉકેલાતાં રાહત રહે.

અગ્નિદત્ત પદમનાભ

આ સમાચાર શેર કરો