IND vs WI / વૈભવ સૂર્યવંશીની બે શબ્દવાળી પોસ્ટે ચર્ચા જગાવી, પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મળતા દર્દ છલકાયું

ભારતનો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા સાથે છે. સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ આજે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા વૈભવે કંઈક એવી પોસ્ટ કરી જેનાથી સનસની મચી ગયો છે.
વૈભવને અત્યાર સુધીની ચારેય મેચમાં બેન્ચ પર રાખવામાં આવ્યો છે, કારણ કે ઈનિંગ ઓપન કરવાની જવાબદારી અભિષેક શર્મા અને સંજુ સેમસન પર છે. તેથી તેને તકોનથી મળી રહી. આ સ્પષ્ટપણે 15 વર્ષીય બેટ્સમેનને નિરાશ કરશે, પરંતુ તેણે હાર ન માનવાનું નક્કી કર્યું છે.
બે શબ્દોમાં કહી દિલની વાત
વૈભવે પાંચમી અને અંતિમ મેચ પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી, જેમાં તેની વર્તમાન પરિસ્થિતિનું વર્ણન કર્યું. તેણે લખ્યું, "હજુ પણ વિશ્વાસ છે." આ સૂચવે છે કે તક ન મળવાથી તે દુઃખી છે, પણ તે હારનથી માનતો. તેને પોતાના પર અને ભગવાન પર વિશ્વાસ છે કે તેને કોઈ દિવસ તક મળશે.

આઠ મેચમાં પોતાની તાકાત બતાવી
વૈભવે અત્યાર સુધીમાં ભારત માટે કુલ આઠ T20 મેચ રમી છે અને પોતાની પ્રતિભા દર્શાવી છે. આ આઠ મેચમાં વૈભવે 186.36ના સ્ટ્રાઇક રેટથી 246 રન બનાવ્યા છે. તેણે બે અડધી સદી પણ ફટકારી છે. તાજેતરમાં ટીમ ઇન્ડિયાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું અને વૈભવે બધી મેચોમાં ભાગ લીધો હતો. જોકે, તે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની તકની રાહ જોઈ રહ્યો છે અને તે પાંચમી મેચમાં રમશે તેવી શક્યતા ઓછી છે.






