મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs NZ / 6 મેચમાં 2 સદી અને 71ની એવરેજ... છતાં ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે કેમ ન થઈ યશસ્વી જયસ્વાલની પસંદગી?

IND vs NZ / 6 મેચમાં 2 સદી અને 71ની એવરેજ... છતાં ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે કેમ ન થઈ યશસ્વી જયસ્વાલની પસંદગી?
તસવીર: GSTV
આ સમાચાર સાંભળો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. જોકે, સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલને ODI ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો. તે ભારતની પાછલી ODI સિરીઝનો ભાગ હતો. ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે બે ટીમોની પસંદગી કરવામાં આવી છે, પરંતુ બંને ટીમમાંથી જયસ્વાલ ગાયબ છે. જોકે, ODI ટીમ માટે જયસ્વાલની અવગણનાનથી કરવામાં આવી, પરંતુ તેનું એક મોટું કારણ છે.

યશસ્વી જયસ્વાલને ODI ટીમ માટે કેમ પસંદ ન કરવામાં આવ્યો?

યશસ્વી જયસ્વાલનો ODI રેકોર્ડ શાનદાર છે. તેની ટૂંકી ODI કારકિર્દીમાં તેણે અત્યાર સુધી 6 ODI રમી છે. આ 6 મેચોમાં, તેણે 71.25ની પ્રભાવશાળી એવરેજથી 285 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે બે સદીઓ પણ ફટકારી છે. તે કોઈપણ પરિસ્થિતિમાં એકલા હાથે મેચનું પાસું ફેરવવાની ક્ષમતા ધરાવે છે, તેમ છતાં, તેને ODI ટીમમાંથી બાકાત રાખવા પાછળ એક મોટું કારણ છે.

ભારતીય ODI ટીમના ટોપ ઓર્ડરમાં રોહિત શર્મા અને કેપ્ટન શુભમન ગિલ ઓપનિંગ જોડી તરીકે રમે છે. વધુમાં, ત્રીજા નંબરનું સ્થાન અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી માટે નિશ્ચિત છે. આ સિનીયર અને અનુભવી ખેલાડીઓ સાથે યશસ્વી માટે પ્લેઈંગ ઈલેવનમાં ઓપનિંગ સ્લોટ મેળવવો લગભગ અશક્ય છે. તેથી, જો તેને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવે, તો તે સમગ્ર ODI સિરીઝ માટે ડગઆઉટ બેન્ચ સુધી મર્યાદિત રહેશે અને મેદાન પર કોઈ મેચ રમી નહીં શકે.

ટેસ્ટ સિરીઝની તૈયારી કરવાની તક

આ ODI સિરીઝ પછી ટીમ ઈન્ડિયા ટેસ્ટ સિરીઝ પણ રમશે અને યશસ્વી જયસ્વાલ ટેસ્ટમાં ટીમના સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડીઓમાંનો એક છે. જયસ્વાલને ન્યુઝીલેન્ડ સામેની આગામી ટેસ્ટ સિરીઝની તૈયારી માટે ઈન્ડિયા Aની રેડ-બોલ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે ODI સિરીઝ દરમિયાન રમાશે. વિદેશમાં ટેસ્ટ સિરીઝ રમતા પહેલા ન્યુઝીલેન્ડની ઝડપી, ઉછાળવાળી અને સીમિંગ પિચ પરની પરિસ્થિતિઓને અનુરૂપ બનવું એ કોઈપણ યુવા બેટ્સમેન માટે મહત્ત્વપૂર્ણ છે. તેથી, ODIમાં બેન્ચ પર સમય વિતાવવાને બદલે ઈન્ડિયા A માટે રમવું જયસ્વાલ અને ટીમ ઈન્ડિયા બંને માટે ફાયદાકારક બની શકે છે.

ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમ

પ્રથમ ત્રણ ODI માટે ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનુર બરાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા (ફિટનેસ પર આધારિત) અને કુલદીપ યાદવ.

છેલ્લી બે ODI માટે ટીમઃ શ્રેયસ અય્યર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર અને વાઈસ-કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, ગુરનુર બરાર, ઋતુરાજ સિંહ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર, અને કુલદીપ યાદવ.

આ સમાચાર શેર કરો