મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND-W vs ZIM-W / જીતથી થઈ મંધાના યુગની શરૂઆત, દીપ્તિ અને ડેબ્યુટન્ટ નિક્કીની પાર્ટનરશિપથી ભારતને જીત મળી

IND-W vs ZIM-W / જીતથી થઈ મંધાના યુગની શરૂઆત, દીપ્તિ અને ડેબ્યુટન્ટ નિક્કીની પાર્ટનરશિપથી ભારતને જીત મળી
તસવીર: GSTV
આ સમાચાર સાંભળો

ભારતીય મહિલા ટીમે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે T20 સિરીઝની શરૂઆત જીત સાથે કરી. સ્મૃતિ મંધાનાએ પોતાના કેપ્ટનશિપ કાર્યકાળની શરૂઆત વિજય સાથે કરી.

શુક્રવારે ભારતે પ્રથમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને ચાર વિકેટથી હરાવીને ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી. પહેલા બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ પાંચ વિકેટે 114 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતે 15.4 ઓવરમાં છ વિકેટે 116 રન બનાવીને મેચ જીતી લીધી.

શરૂઆતની નિષ્ફળતાઓએ ઉત્સાહમાં વધારો કર્યો

115 રનના સરળ દેખાતો ટાર્ગેટ ચેઝ કરતા ભારતની શરૂઆત અપેક્ષા મુજબ નહતી રહી. ઝિમ્બાબ્વેની બોલર્સે નિયમિત અંતરાલે વિકેટો લઈને ભારત પર દબાણ બનાવ્યું. સાતમી ઓવર સુધીમાં ભારતે 47 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ પરિસ્થિતિએ મેચનો ઉત્સાહ વધાર્યો અને ઝિમ્બાબ્વેની ટીમને વાપસીની આશા દેખાઈ.

દીપ્તિ અને નિક્કીએ મેચનું પાસુ ફેરવી નાખ્યું

દિપ્તિ શર્માએ નિર્ણાયક ક્ષણમાં બાજી સંભાળી. તેણીએ 35 બોલમાં મહત્ત્વપૂર્ણ 49 રન બનાવીને ભારતીય ઈનિંગ સંભાળી. દીપ્તિ અડધી સદીથી માત્ર એક રન દૂર રહી, પરંતુ તેની બેટિંગે જીતનો માર્ગ મોકળો કર્યો.

નિક્કી પ્રસાદે પણ બીજા છેડે નોંધપાત્ર સંયમ દર્શાવ્યો. તેણીએ 32 બોલમાં અણનમ 35 રન બનાવ્યા અને ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડી

દસ ઓવર પછી ભારતનો સ્કોર ચાર વિકેટે 74 રન હતો. ત્યારબાદ ભારતીય બેટ્સમેનોએ રન રેટ વધાર્યો. જોકે, અંતિમ ઓવરમાં વિકેટો પડી જવાથી ઉત્સાહ ફરી જાગ્યો, પરંતુ નિક્કીએ બાજી સંભાળી અને 15.4 ઓવરમાં ભારતને જીત અપાવી.

માયર્સની ઈનિંગ ઝિમ્બાબ્વેની જીત સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ

માયર્સે 43 રન બનાવીને ઝિમ્બાબ્વેની ઈનિંગને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો. જોકે, ભારતીય બોલર્સે વિરોધી ટીમને 114 રન સુધી મર્યાદિત રાખી. નાનો ટાર્ગેટ હોવા છતાં, ભારતે શરૂઆતમાં વિકેટ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરવો પડ્યો, પરંતુ દીપ્તિ અને નિક્કીની ઈનિંગ્સે ફરક પાડ્યો.

કેપ્ટન સ્મૃતિ મંધાના માટે આ જીત ખાસ હતી. નિતમિત કેપ્ટન તરીકેની પોતાની પહેલી મેચમાં ટીમને વિજય અપાવીને તેણે સિરીઝમાં ભારતની સ્થિતિ મજબૂત કરી. હવે ભારતીય ટીમ આગામી મેચમાં જીત મેળવવા અને શ્રેણી પર પોતાની પકડ મજબૂત કરવા માટે પ્રયત્નશીલ રહેશે.

આ સમાચાર શેર કરો