મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, પ્રથમ 3 ODIમાં ગિલ કેપ્ટન, છેલ્લી બે મેચમાં અય્યરને સોંપાયું સુકાન

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, પ્રથમ 3 ODIમાં ગિલ કેપ્ટન, છેલ્લી બે મેચમાં અય્યરને સોંપાયું સુકાન
તસવીર: Google
આ સમાચાર સાંભળો

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. T20I શ્રેણી પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે 5 વનડે અને 2 ટેસ્ટ મેચ રમશે. આ પ્રવાસ માટે પસંદગીકારોએ વનડે ટીમની કેપ્ટનશીપને લઈને ચોંકાવનારો નિર્ણય લીધો છે. સિનિયર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ટીમમાં સામેલ છે, પરંતુ સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ફરી એકવાર ટીમમાં સ્થાન મળ્યું નથી.

વનડે સીરિઝમાં જોવા મળશે બે અલગ-અલગ કેપ્ટન

પસંદગી સમિતિએ 5 મેચની વનડે સીરિઝ માટે કેપ્ટનશીપની વહેંચણી કરી છે. પ્રથમ 3 વનડે મેચમાં શુભમન ગિલ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે શ્રેયસ ઐયર વાઈસ-કેપ્ટન રહેશે. ત્યારબાદ ચોથી અને પાંચમી વનડે મેચમાં શ્રેયસ ઐયર કેપ્ટનશીપ સંભાળશે અને ઈશાન કિશનને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણાની પસંદગી તેમની ફિટનેસ મંજૂરીને આધીન રહેશે.

પ્રથમ 3 વનડે માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), કે.એલ. રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કમ્બોજ, ગુરનૂર બ્રાર, રુતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ.

ચોથી અને 5મી વનડે માટે ભારતીય ટીમ

શ્રેયસ ઐયર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, ગુરનૂર બ્રાર, રુતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર, કુલદીપ યાદવ.

વનડે સીરિઝનું સંપૂર્ણ શિડ્યુલ

પ્રથમ વનડે: બુધવાર, 04 નવેમ્બર-2026, સવારે 7:30 વાગ્યે, ઓકલેન્ડ
બીજી વનડે: શનિવાર, 07 નવેમ્બર-2026, સવારે 7:30 વાગ્યે, વેલિંગ્ટન
ત્રીજી વનડે: મંગળવાર, 10 નવેમ્બર-2026, સવારે 7:30 વાગ્યે, હેમિલ્ટન
ચોથી વનડે: શુક્રવાર, 13 નવેમ્બર-2026, સવારે 7:30 વાગ્યે, માઉન્ટ માઉંગાનુઈ
પાંચમી વનડે: રવિવાર, 15 નવેમ્બર-2026, સવારે 7:30 વાગ્યે, માઉન્ટ માઉંગાનુઈ

ટેસ્ટ સીરિઝ માટે શુભમન ગિલને સુકાન

ન્યૂઝીલેન્ડ સામે રમાનારી 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે કે.એલ. રાહુલ વાઈસ-કેપ્ટન રહેશે. ઋષભ પંતની પસંદગી ફિટનેસ ક્લિયરન્સ પર આધારિત રહેશે.

ટેસ્ટ ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે.એલ. રાહુલ (વાઈસ-કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અંશુલ કમ્બોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, સાઈ સુદર્શન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

ટેસ્ટ સીરિઝનું શિડ્યુલ

પ્રથમ ટેસ્ટ: ગુરુવાર, 19 નવેમ્બર-2026, સવારે 3:30 વાગ્યે, વેલિંગ્ટન
બીજી ટેસ્ટ: શુક્રવાર, 27 નવેમ્બર-2026, સવારે 3:30 વાગ્યે, ક્રાઈસ્ટચર્ચ

આ સમાચાર શેર કરો