મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

BCCIએ ચાર ખેલાડીઓને કર્યા ઇગ્નોર, ODI ટીમમાં સ્થાન ન મળતા લગભગ ખતમ થઈ ગયું તેમનું કરિયર

BCCIએ ચાર ખેલાડીઓને કર્યા ઇગ્નોર, ODI ટીમમાં સ્થાન ન મળતા લગભગ ખતમ થઈ ગયું તેમનું કરિયર
તસવીર: GSTV
આ સમાચાર સાંભળો

શુક્રવારે BCCIએ ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટેસ્ટ અને ODI ટીમની જાહેરાત કરી હતી. T20 ટીમ પહેલાથી જ જાહેર કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાનો ન્યુઝીલેન્ડ પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે, જેમાં પાંચ T20 મેચ, પાંચ ODI અને અંતે બે ટેસ્ટ સિરીઝનો સમાવેશ થશે.

36 વર્ષીય ભુવનેશ્વર કુમાર T20 ટીમ માટે રમતો જોવા મળશે. જોકે, ઘણા સિનિયર ખેલાડીઓ છે જેમને ટીમમાં સામેલનથી કરવામાં આવ્યા. આ ટીમની જાહેરાત સૂચવે છે કે આગામી બે વર્લ્ડ કપ ODI વર્લ્ડ કપ 2027 અને T20 વર્લ્ડ કપ 2028માં ત્રણ ખેલાડીઓ રમવાની શક્યતા ઓછી છે. આ સૂચવે છે કે આ ખેલાડીઓએ સ્વીકારવું જોઈએ કે તેમની ODI કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે.

મોહમ્મદ શમી

પહેલું નામ મોહમ્મદ શમીનું છે, જેણે ODI વર્લ્ડ કપ ઈતિહાસમાં ભારત માટે સૌથી વધુ વિકેટ (55) લીધી છે. આગામી વર્ષના વર્લ્ડ કપ માટે ખૂબ જ ઓછો સમય બાકી છે, ત્યારે શમીની સતત અવગણના દર્શાવે છે કે તેનું નામ વર્લ્ડ કપ 2027ની યોજનાઓમાં દૂર દૂર સુધી પણ સામેલ નથી. રણજી ટ્રોફીના પહેલા રાઉન્ડમાં પાંચ વિકેટ લેવા છતાં, શમીને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે પણ અવગણવામાં આવ્યો છે.

રવિન્દ્ર જાડેજા

વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ માટે રવિન્દ્ર જાડેજાને ODI ટીમમાં પાછો લાવવામાં આવ્યો હતો. એવું લાગતું હતું કે જાડેજાનું વર્લ્ડ કપ સ્થાન નિશ્ચિત હતું. જોકે, નમન ધીર સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ઉભરી આવ્યો છે. ટીમ ઇન્ડિયા દ્વારા આ પસંદગી એ સંકેત તરીકે જોઈ શકાય છે કે નમન ધીરે ODI ટીમમાં જાડેજાનું સ્થાન લીધું છે.

યુઝવેન્દ્ર ચહલ

યુઝવેન્દ્ર ચહલે થોડા દિવસો પહેલા જ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે, તેણે કહ્યું હતું કે તેણે ODI અને T20 ટીમોમાં પાછા ફરવાના દરવાજા બંધનથી કર્યા. ચહલ સ્પષ્ટપણે સફેદ બોલની ટીમમાં પાછા ફરવા અને આગામી વર્લ્ડ કપમાં રમવા માંગે છે, પરંતુ પસંદગીકારોએ તેમના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે.

ભુવનેશ્વર કુમાર

ભુવનેશ્વર કુમાર T20 ટીમમાં પાછો ફર્યો છે, પરંતુ ODI ટીમમાંથી તેને અવગણવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચમી T20 મેચ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા બાદ ભુવનેશ્વરને T20માં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જોકે, ODI વર્લ્ડ કપમાં રમવાનું તેનું સ્વપ્ન ફરી એકવાર અધૂરું રહી શકે છે.

ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની ODI ટીમ (પ્રથમ 3 ODI)

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનુર બરાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા (ફિટનેસ પર આધારિત), કુલદીપ યાદવ.

ભારતની ODI ટીમ (છેલ્લી 2 ODI)

શ્રેયસ અય્યર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર/વાઈસ-કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, આકીબ નબી, ગુરનુર બરાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્રુ (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર, કુલદીપ યાદવ.

આ સમાચાર શેર કરો