આ રાશિના જાતકોના યશ- પદ- ધનમાં વધારો થાય, 21 ઓક્ટોબર 2026, બુધવારનું રાશિફળ

મેષ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા આપના કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
વૃષભ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપે સતત કોઇ ને કોઇ કાર્યમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગનો સહકાર મળી રહે.
મિથુન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. બઢતી-બદલીના કામકાજ થઇ શકે.
કર્ક : આપે સીઝનલ - વાયરલ બીમારીથી સંભાળવું પડે. જૂની બીમારી ફરી ઉથલો મારતાં આપના દર્દ-પીડામાં વધારો થાય.
સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય.
કન્યા : આપના કામમાં હરિફવર્ગ - ઇર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી જણાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા રહે.
તુલા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
વૃશ્ચિક : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન- મકાન- વાહનના કામમાં આપે સાવધાની રાખવી પડે. ઉચાટ-ઉદ્વેગ રહે.
ધન : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. ભાઈભાંડુ વર્ગનો સહકાર મળી રહે.
મકર : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકુળતા જણાય. વાહનના કામકાજમાં સરળતા જણાય.
કુંભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મિલન- મુલાકાત થઇ શકે.
મીન : રાજકીય - સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને મુશ્કેલી જણાય. આવેશ- ઉશ્કેરાટમાં આવી જવું નહીં.
અગ્નિદત્ત પદમનાભ




