આ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી, 22/10/2026, ગુરૂવારનું રાશિફળ

મેષ : આપના કામની કદર પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જતાં આવક થાય.
વૃષભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ અનુભવાય.
મિથુન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ મદદરૂપ થાય.
કર્ક : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતા રહે.
સિંહ : સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે.
કન્યા : સીઝનલ ધંધામાં આપે માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. ખર્ચ-ખરીદી જણાય.
તુલા : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો જણાય.
વૃશ્ચિક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં રૂકાવટ રહે.
ધન : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામ થાય.
મકર : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે.
કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય-સરકારી કામમાં સાનુકૂળતા મળી રહે.
મીન : કોર્ટ-કચેરીના કામમાં આપે રૂકાવટ-મુશ્કેલીનો સામનો કરવો પડે. નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી.




