મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: AFTERNOON NEWS/ સાઉદીના એરપોર્ટ પર મધરાતે મોટો હુમલો, ઇમિગ્રન્ટ સામે ટ્રમ્પ તંત્ર એક્શનમાં

સોર્સ: gstv

1) સાઉદીના એરપોર્ટ પર મધરાતે મોટો હુમલો: ભારતીય ઈજાગ્રસ્ત

સાઉદી અરેબિયાના કિંગ ફહદ એરપોર્ટ અને અરામકો ઓઈલ ફિલ્ડ પર ડ્રોન હુમલા. દમ્મામ ખાતેના એરપોર્ટ હુમલામાં 1 સાઉદી નાગરિકનું મોત થયું અને 8 લોકો ઘાયલ થયા. આ હુમલામાં ભારતીય સહિત કેટલાક લોકો ઘાયલ થયા છે. 

2) ઇમિગ્રન્ટ સામે ટ્રમ્પ તંત્ર એક્શનમાં ત્રણ લાખ લોકોના વિઝા રદ કર્યા

ટ્રમ્પ તંત્રએ સપ્ટેમ્બરના અંત સુધીમાં 3 લાખ વિઝા રદ કર્યા છે. માનવ અધિકાર જૂથોના મતે, ઓગસ્ટ 2025માં આ આંકડો 1,75,000 હતો, પરંતુ ટ્રમ્પે નિયમો નેવે મૂકી ઝડપી કાર્યવાહી કરી છે.

3) 4થી5 મહિનામાં મોટી રાજકીય ઉથલપાથલ થશે- રાજઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ આગાહી કરી છે કે આગામી ચારથી પાંચ મહિનામાં દેશમાં મોટા રાજકીય ઘટનાક્રમો જોવા મળી શકે છે. તેમણે ટિપ્પણી કરી હતી કે જો વડાપ્રધાનનું પદ અમુક સમય માટે ખાલી રહે, તો તેમને આશ્ચર્ય થશે નહીં

4)  સૌરભ દાસ અને આશુતોષ રાંકાની ક્રાઈમ બ્રાન્ચ પૂછપરછ કરશે

'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના નેતાઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા ગઈકાલે જ જામીન પર જેલમાંથી મુક્ત થયા છે. જોકે, તેમની મુશ્કેલીઓ હજુ પૂરી થઈ નથી; ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ માટે આ બંનેને બોલાવ્યા છે.

5) રાજકોટમાં જળસંકટના એંધાણ

રાજકોટમાં જળસંકટના એંધાણને લઈને ચિંતા વધી. શહેરની જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમમાં 10 નવેમ્બર સુધી ચાલે તેટલું જ પાણી હોવાની માહિતી  સૌરાષ્ટ્રના અનેક ડેમમાં પણ એકથી બે મહિના ચાલે તેટલો જળજથ્થો હોવાની સ્થિતિ 

6) ખેડૂતો બિયારણ માટે મારી રહ્યા છે વલખા

છોટાઉદેપુરમાં 6 હજાર જેટલી કીટો જીએનએફસીના ગોડાઉનમાં ધૂળ ખાઈ રહી છે, ખેડૂતો બિયારણ અને ખાતરની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ વિતરણમાં વિલંબ પર કોંગ્રેસનો આક્ષેપ, ખેડૂતોને કીટો ક્યારે મળશે તે સવાલ

આ સમાચાર શેર કરો