મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: EVENING BULLETIN / દિલ્હીમાં રાવણ સાથે 30 ફૂટના કોકરોચનું દહન, અમેરિકામાં બે ભારતીયો સામે કેસ

સોર્સ: gstv

SCO બેઠકમાં ભારતની લાલ આંખ

દુશાન્બેમાં યોજાયેલી SCO સમિટમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના ડેપ્યુટી PM ઇશાક ડારની હાજરીમાં આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આતંકવાદ માત્ર નિર્દોષ લોકોના જીવ જ નથી લેતો, પરંતુ વૈશ્વિક શાંતિ, વેપાર અને યુવાનોના ભવિષ્ય સામેનો સૌથી મોટો ખતરો છે. 

અમેરિકામાં બે ભારતીયો સામે કેસ

અમેરિકાના કેલિફોર્નિયામાં ચૂંટણી છેતરપિંડી મામલે કાયદાકીય કાર્યવાહી તેજ બની છે. 28 ગ્રીન કાર્ડધારકો સામે નોંધાયેલા કેસમાં બે ભારતીય નાગરિકો અમનદીપ કૌર અને કમલેશ શાહના નામ પણ સામે આવ્યા છે, જેમના પર નવેમ્બર 2024ની અમેરિકી ચૂંટણીમાં ગેરકાયદે મતદાર તરીકે નોંધણી અને મતદાન કરવાનો આરોપ છે.

'રેજીમ ચેન્જ' પર વિપક્ષી મતભેદ

કોકરોચ જનતા પાર્ટીના મંચ પરથી પ્રશાંત ભૂષણે કરેલી 'રેજીમ ચેન્જ'ની માંગ સામે યોગેન્દ્ર યાદવે અસહમતિ દર્શાવી છે. યાદવે સ્પષ્ટ કર્યું કે આંદોલનના નેતાઓએ જનતા કરતા માત્ર એક ડગલું આગળ રહીને અવાજ ઉઠાવવો જોઈએ અને હંમેશાં એવી જ માંગણીઓ આગળ કરવી જોઈએ જે સામાન્ય લોકોની વાસ્તવિક ભાવનાઓ સાથે જોડાયેલી હોય.

દિલ્હીમાં રાવણ સાથે 30 ફૂટના કોકરોચનું દહન

દિલ્હીના પીતમપુરામાં દશેરા પર્વે રાવણની સાથે 30 ફૂટ ઊંચા 'કોકરોચ'ના પૂતળાના દહનની તૈયારીઓથી નવો વિવાદ સર્જાયો છે. રામલીલા કમિટીએ તેને સ્વચ્છતા અભિયાન સાથે જોડીને આયોજન કર્યું હોવાનો દાવો કર્યો છે, જ્યારે સામે પક્ષે CJP પ્રમુખ અભિજીત દીપકેએ કટાક્ષ કરતાં કહ્યું કે આ ફ્રી પબ્લિસિટી માટે તેમનો આભાર.

યુસુફ પઠાણને પ્લોટ ફાળવણીની તૈયારી

વડોદરાના તાંદલજા ખાતે આવેલો ₹20.53 કરોડનો વિવાદાસ્પદ પ્લોટ હવે પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને કાયદેસર ફાળવવાની તૈયારીઓ તેજ બની છે. ઓગસ્ટ 2026માં હાઈકોર્ટમાંથી અપીલ પરત ખેંચાયા બાદ 14 વર્ષ જૂનો આ વિવાદ નવો વળાંક લઈ રહ્યો છે અને ટૂંક સમયમાં જ આ દરખાસ્ત પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાશે.

આ સમાચાર શેર કરો