મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: MORNING BULLATINE / ટ્રમ્પનું મોટું નિવેદન, CJP નેતાઓને જામીન, ભાજપ સરકાર ઘેરાઈ

સોર્સ: gstv

ટ્રમ્પનું મોટું નિવેદન

 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-અમેરિકા વેપાર કરાર અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે  જણાવ્યું કે, બંને દેશો વેપાર કરારની ખૂબ નજીક છે અને સમજૂતી કરવા માગે છે. જોકે, આ કરાર અગાઉના કરારોથી અલગ હશે.

  CJP નેતાઓને જામીન

 CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને દિલ્હી કોર્ટે જામીન આપ્યા. દિલ્હી પોલીસે વધુ 3 દિવસની કસ્ટડી માગી હતી, જે અદાલતે ફગાવી. 8 દિવસથી ન્યાયિક કસ્ટડીમાં રહેલા બંને નેતાઓને કનોટ પ્લેસ અને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં રાહત મળી છે.

 ભાજપ સરકાર ઘેરાઈ

  પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીની યૌન અપરાધી જેફ્રી એપ્સટીન સાથેની તસવીરો વાયરલ થતાં વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર અને મંત્રી પાસેથી ખુલાસો માંગ્યો છે. વિપક્ષે આ મુલાકાત અંગત હોવાનો આરોપ લગાવી ગંભીર સવાલો ઉઠાવ્યા, જેના કારણે સત્તાધારી પક્ષ ભીંસમાં મુકાયો છે.

 જેલની સુરક્ષા સામે સવાલ

  સુરતની મધ્યસ્થ લાજપોર જેલની પાઈપલાઈનમાંથી અનધિકૃત રીતે છુપાવેલા ચાર મોબાઈલ ફોન મળી આવ્યા છે. છેલ્લા માત્ર ૧૫ દિવસમાં જેલ પરિસરમાંથી કુલ ૨૨ મોબાઈલ મળી આવતા સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.આ મામલે સચિન પોલીસે તપાસ આદરી છે.

  દંપતી ખીણમાં ખાબક્યું

  સતલાસણા તાલુકાના ઉમરેચા ગામે મીની પાવાગઢ તરીકે જાણીતા પહાડ પર દંપતી એક્ટિવા લઈને દર્શને આવ્યા હતાપરત ફરતી વેળાએ અચાનક એક્ટિવા સ્લીપ થઈ જવાથી આ દંપતી પહાડ પરથી નીચે પટકાયું હતું અને બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.

  ટ્રેન ખડી પડી

  સુરેન્દ્રનગરના દુધરેજ નજીક માલગાડીના ૩થી વધુ ડબ્બાઓ અચાનક મુખ્ય પાટા પરથી નીચે ઉતરી ગયા.આ ઘટનાને પગલે સુરેન્દ્રનગરથી ઓખા તરફ જતો ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ બાદ રેલ્વે તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. 

 જન્મ-મરણના દાખલામાં ગેરરીતિ

ભુજ પાલિકામાં જન્મ-મરણ શાખાનું એક ગંભીર કૌભાંડ સામે આવતા કચેરીમાં હડકંપ મચી ગયો. સત્તામાં ન હોવા છતાં, હંગામી કર્મચારીએ ચીફ ઓફિસરની ડિજિટલ સહીનો ગેરકાયદેસર ઉપયોગ કરીને જન્મ-મરણના દાખલાઓમાં ફેરફાર કરી નવા દાખલા કાઢી આપ્યા હોવાનું ખુલ્યું છે.

આ સમાચાર શેર કરો