Video: AFTERNOON NEWS/ દેખાવોમાં લૂંટફાટ કરશે તો માતા-પિતા ભરશે દંડ, પેરિસ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બનશે

1 )'દેખાવોમાં લૂંટફાટ કરશે તો માતા-પિતા ભરશે દંડ, 5 વર્ષની જેલ
ઈટાલીમાં પ્રદર્શનોમાં હિંસા અને લૂંટફાટ રોકવા કડક કાયદા મંજૂર થયા છે. મિલાનમાં તોડફોડ બાદ સગીરોના ગુના માટે માતા-પિતાને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, જ્યારે જાહેર સુરક્ષા જોખમમાં મૂકનારાઓને ૫ વર્ષ સુધીની જેલ અને દંડ થશે.
2) પેરિસ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બનશે!
US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સની ઇમિગ્રેશન નીતિ પર સવાલ ઉઠાવતાં દાવો કર્યો છે કે પેરિસ ટૂંક સમયમાં ‘મુસ્લિમ શહેર’ બની જશે. તેમના આ નિવેદનથી ફ્રાન્સમાં સ્થળાંતર, ધાર્મિક ઓળખ અને રાષ્ટ્રીય સંસ્કૃતિ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે
3) CJPના નેતાઓની મુશ્કેલીમાં થશે વધારો
CJP ના બે અગ્રણી નેતાઓ, સૌરભ દાસ અને આશુતોષ રાંકા - જેઓ હાલમાં જેલમાં છે - તેમની મુશ્કેલીઓ વધી શકે છે. મંગળવારે, દિલ્હી પોલીસે આ બંને સામે નોંધાયેલો વધુ એક કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે. હવે ક્રાઈમ બ્રાન્ચ CJP ના આ નેતાઓ સામે દાખલ કરાયેલા બંને કેસોની તપાસ કરશે.
4) અન્નામલાઇએ CJP નેતાઓની ધરપકડને ગણાવી ખોટી
તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રમુખ કે. અન્નામલાઇએ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) નેતાઓની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડનો વિરોધ કર્યો છે. તેમણે સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ન્યાયિક કસ્ટડીને 'ખોટી' ગણાવી.
5) સોનગઢમાં પથ્થરમારા બાદ તણાવ
તાપીના સોનગઢમાં સોશિયલ મીડિયા પોસ્ટના વિવાદ બાદ પથ્થરમારાની ઘટના. રાત્રિ દરમિયાન હિન્દુ સંગઠનના લોકો પોલીસ મથક બહાર એકત્રિત થયા હતા. સંબંધિત યુવકોની ધરપકડ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સોનગઢ બંધનું એલાન કરવાની ચીમકી
6) અંબાજીમાં પથ્થરમારો
અંબાજીમાં વિજયાદશમીની રાત્રે રાવણ દહન દરમિયાન અસામાજિક તત્વોએ કરેલા પથ્થરમારામાં બાળકી અને સગર્ભા સહિત ચાર લોકો ઘાયલ થયા છે. વધતા ત્રાસ સામે લોકોમાં રોષ ફેલાયો છે.








