મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: NEWS AFTERNOON / વાનુઅતુમાં ભૂકંપના ડબલ આંચકા, ટ્રમ્પની ઈરાનને ચેતવણી, દવાઓની જાહેરાત જોઈ ખરીદી કરતા લોકો સાવધાન!

સોર્સ: gstv

વાનુઅતુમાં ભૂકંપના ડબલ આંચકા

દક્ષિણ પ્રશાંત મહાસાગરના ટાપુ દેશ વાનુઅતુમાં માત્ર ૨૫ સેકન્ડના અંતરે ૭.૧ અને ૬.૯ની તીવ્રતાના બે જોરદાર ભૂકંપ અનુભવાયા છે. ૧૦ કિમીની ઊંડાઈએ આવેલા આ આંચકાઓને લીધે ધરતી ધ્રૂજી ઊઠી હતી.

અઝરબૈજાન સાથે ભારતના સંબંધો

પાકિસ્તાનના મિત્ર અઝરબૈજાન સાથે ભારતે રાજદ્વારી સંબંધો સુધારવાના પ્રયાસો તેજ કર્યા છે. ૮ વર્ષ બાદ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે બાકુ પહોંચી વેપાર અને ઊર્જા મુદ્દે રાષ્ટ્રપતિ સાથે મહત્ત્વની બેઠક કરી છે.

ટ્રમ્પની ઈરાનને ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નવી સૈન્ય કાર્યવાહીની કડક ચેતવણી આપી છે. જો તેહરાન સમજૂતી માટે તૈયાર નહીં થાય, તો સપ્તાહના અંત સુધીમાં ઈરાન પર ફરી મોટા હુમલા થઈ શકે છે.

ભાજપનું દેશવ્યાપી અભિયાન

મતદાર યાદી સુધારણા મુદ્દે વિપક્ષના આક્ષેપોનો જવાબ આપવા ભાજપે કમર કસી છે. ૨૨ ઓક્ટોબરથી ૫ નવેમ્બર સુધી ‘લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો’ અભિયાન ચલાવી ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃતિ ફેલાવશે.

દવાઓની જાહેરાત જોઈ ખરીદી કરતા લોકો સાવધાન!

સોશિયલ મીડિયા પર દવાઓની જાહેરાત જોઈ ખરીદી કરતા લોકો સાવધાન! ભાયાવદરમાં ડિગ્રી વગર 'ડોક્ટર' બની લોકો પાસેથી ખંડણી ઉઘરાવતી ટોળકીના ૩ બોગસ કોલ સેન્ટર પર દરોડા પાડી પોલીસે ૧૦ શખ્સોને ઝડપી પાડ્યા છે.

સૌરાષ્ટ્રમાં દુષ્કાળના એંધાણ

સૌરાષ્ટ્રમાં દુષ્કાળના દારુણ દ્રશ્યો સામે આવ્યા છે. પાણી અને ઘાસચારાની અછત વચ્ચે રાજકોટના સદ્ભાવના આશ્રમે લાચાર ખેડૂતો ૬ હજારથી વધુ બળદોને છોડી જવા મજબૂર બન્યા છે.

આ સમાચાર શેર કરો