મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: EVENING BULLETIN / ઈન્ડોનેશિયામાં Gen Z આંદોલન, ₹25 કરોડનું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક પકડાયું

સોર્સ: gstv

સાઉદી હુમલા પર ભારતનો જવાબ

સાઉદી અરેબિયાના એરપોર્ટ અને તેલ ક્ષેત્ર પર થયેલા હુમલામાં ભારતીય નાગરિકના મોતના પગલે ભારતે આકરા તેવર બતાવ્યા છે. વિદેશ મંત્રાલયે સખત શબ્દોમાં સ્પષ્ટ કર્યું છે કે નિર્દોષ નાગરિકો અને મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલા ભારત ક્યારેય સહન નહીં કરે, અને આવા હુમલાઓ તાત્કાલિક બંધ થવા જોઈએ.

ઈન્ડોનેશિયામાં Gen Z આંદોલન

 ઈન્ડોનેશિયામાં Gen Z વિદ્યાર્થીઓનું સરકાર વિરોધી આંદોલન ભારે હિંસક બન્યું છે. રાજધાની જકાર્તામાં હજારો પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર સાથે વાહનોમાં આગચંપી કરતાં ભારે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. સતત વધતા દબાણ વચ્ચે રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ તાત્કાલિક ઈમરજન્સી બેઠક બોલાવી છે.

રાજ્યસભા બેઠક માટે પેટાચૂંટણી જાહેર

કેન્દ્રીય મંત્રી એલ. મુરુગને મંત્રી પરિષદ અને રાજ્યસભામાંથી રાજીનામું આપતાં ખાલી પડેલી મધ્ય પ્રદેશની બેઠક પર પેટાચૂંટણી જાહેર થઈ છે. ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ 26 ઓક્ટોબરથી ઉમેદવારી ફોર્મ ભરાશે, જ્યારે સીમાંકન સુધારા બિલની ચર્ચા વચ્ચે 12 નવેમ્બરે મતદાન અને પરિણામ જાહેર થશે.

ભાજપના રાહુલ ગાંધી પર પ્રહાર

SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર વિવાદ મુદ્દે વિપક્ષના વિરોધ સામે ભાજપે મોટો પલટવાર કર્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સમાં આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ભારતના વિપક્ષના નેતા બિનજવાબદાર, અપરિપક્વ અને ગદ્દાર છે, જે દેશનું મોટું દુર્ભાગ્ય છે.

 ₹25 કરોડનું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક પકડાયું

 અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસે ₹25 કરોડના એમડી અને હેરોઇન ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. અફઘાનિસ્તાનથી ડ્રોન મારફતે લવાયેલું ડ્રગ્સ ચોકલેટ-ફૂડ પેકેટની આડમાં અને પરિવારોનો ઉપયોગ કરી સપ્લાય થવાનું હતું. ક્રિપ્ટોકરન્સીથી ચાલતા આ નેટવર્કના તાર દેશના અનેક રાજ્યો સાથે જોડાયેલા છે.

જમીન વિવાદ મામલે રાજકીય ગરમાવો

₹100 કરોડની જમીનના વિવાદમાં જીગ્નેશ મેવાણી બાદ હવે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરનું નામ ફરિયાદમાં ઉમેરાતાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે સરકાર પર ખેડૂતોના હકની લડાઈ દબાવવાનો આરોપ લગાવ્યો છે, તો સામે જગદીશ ઠાકોરે 'ન ડરીશું, ન ઝૂકીશું' કહી આ લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

આ સમાચાર શેર કરો